Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા આગ્રથિ 2 આઈએસઆઈ એજન્ટની ધરપકડ કરવામાં આવી

ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા આગ્રથિ 2 આઈએસઆઈ એજન્ટની ધરપકડ કરવામાં આવી

16
0

(જી.એન.એસ) તા. 15

આગ્રા,

ઉત્તર પ્રદેશ પોલીસને એક મોટી સફળતા મળી છે, યુપી એટીએસ દ્વારા ઓર્ડિનન્સ ફેક્ટરી ફિરોઝાબાદના ચાર્જમેન રવિન્દ્ર કુમાર અને તેના સહયોગીની આગરાથી ધરપકડ કરી છે. રવિન્દ્ર આઈએસઆઈ માટે જાસૂસી કરતો હતો અને પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરને ફેક્ટરી સંબંધિત ગોપનીય દસ્તાવેજો મોકલી રહ્યો હતો.

આઇએસઆઇ ની મહિલા એજન્ટે ફેસબુક પર ‘નેહા શર્મા’ નામનું ફેક એકાઉન્ટ બનાવીને રવિન્દ્રને ફસાવી દીધો હતો. વાતચીત દરમિયાન મહિલાએ પોતાને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની એજન્ટ ગણાવી હતી. પૈસાના લોભને કારણે રવિન્દ્રએ દૈનિક પ્રોડક્શન રિપોર્ટ, સ્ક્રીનિંગ કમિટીના ગોપનીય પત્રો, ડ્રોન અને ગગનયાન પ્રોજેક્ટ સંબંધિત માહિતી શેર કરી.

એટીએસના હાથે પકડવામાં આવેલ રવીન્દ્રના મોબાઈલમાંથી ઓર્ડનન્સ ફેક્ટરીના વરિષ્ઠ અધિકારીઓ, 51 ગોરખા રાઈફલ્સના અધિકારીઓ અને લોજિસ્ટિક્સ ડ્રોનના ટ્રાયલ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. તેણે વ્હોટ્સએપ દ્વારા ગુપ્ત માહિતી પણ શેર કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ગયા વર્ષે તેણે ફેસબુક પર ‘નેહા શર્મા’ નામની એક છોકરી સાથે મિત્રતા કરી હતી, જેણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો. પૈસાના લોભમાં ફસાયેલા રવિન્દ્ર કુમારે તેમને ઘણા ગોપનીય દસ્તાવેજો મોકલ્યા.

ખૂબ મહત્વનું છે કે, એટીએસે રવિન્દ્રના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો રિકવર કર્યા છે. એજન્સીઓ હવે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઈ શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછમાં આનાથી પણ મોટા ખુલાસા થઈ શકે છે.

તેમજ, એટીએસને ઓર્ડનન્સ ફેક્ટરીના વરિષ્ઠ અધિકારીઓ અને 51 ગોરખા રાઈફલ્સના અધિકારીઓ દ્વારા લોજિસ્ટિક્સ ડ્રોનના ટ્રાયલ સંબંધિત રવિન્દ્ર કુમારના મોબાઈલ ફોનની ગેલેરીમાંથી ગુપ્ત માહિતી મળી છે. આ સિવાય હઝરતપુર, ફિરોઝાબાદ સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરીનો દૈનિક ઉત્પાદન રિપોર્ટ, ડ્રોન, ગગનયાન પ્રોજેક્ટ, સ્ક્રીનિંગ કમિટીના ગોપનીય પત્ર અને પેન્ડિંગ રિક્વીઝિશન લિસ્ટ જેવી સંવેદનશીલ માહિતી પણ મળી આવી છે, જે રવિન્દ્રએ ISI એજન્ટને મોકલી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field