Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કોંગ્રેસ નેતા સચિન પાયલટના પિતરાઈ ભાઈ રોહન ફાયરિંગ ની...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કોંગ્રેસ નેતા સચિન પાયલટના પિતરાઈ ભાઈ રોહન ફાયરિંગ ની ઘટના

3
0

(જી.એન.એસ) તા. 13

ગાઝિયાબાદ,

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલ લોની પોલીસ સ્ટેશન વિસ્તારના શકલપુરા ગામમાં રહેતા રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ સિનિયર નેતા સચિન પાયલટના પિતરાઈ ભાઈ રોહન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં રોહન નાસી છૂટ્યો હતો. ફાયરિંગ કરનાર લોકોએ બાઇક ચલાવી રહેલા રોહનને ઓવરટેક કેમ કરી અને તે બાબતને લઈ તેને રોકીને તેની પણ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે.

આ મામલામાં પોલીસે આરોપી કાર ચાલક કુણાલ અને તેના ભાઈ સુમિતની ધરપકડ કરી છે, જે ચિરોડીના રહેવાસી છે. તેમના કબજામાંથી ઘટનામાં વપરાયેલી ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી છે.એસીપી લોની સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું કે પોલીસને બાતમી મળી હતી કે બંથલા ચોકીના શકલપુરા ગામમાં ફાયરિંગ થયું છે. તપાસમાં જાણવા મળ્યું કે રોહન બાઇક પર ઘર તરફ જઇ રહ્યો હતો. રસ્તામાં કુણાલ તેની કારમાં ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે બાજુ ન આપવા અને ધૂળ ઉડવા બાબતે બોલાચાલી થઈ હતી.

આ મામલે કોંગ્રેસ નેતાના ભાઈ રોહન કસાણાના જણાવ્યા મુજબ, તે તેના ગામ શાકલપુરાથી બાઇક પર કોઈ કામ માટે જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેની ઈકો કારમાં જઈ રહેલા કુણાલ અને તેના ભાઈ સુમિત સાથે બોલાચાલી થઈ હતી. બાઇક સાથે કારને ઓવરટેક કરવા અને કારમાંથી ધૂળ ઉડાડવાની વાતનો વિવાદ એટલો વધી ગયો હતો કે આરોપી સુમિતે રોહનને માર માર્યો હતો અને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું.

જો કે, હજી આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે, આ ઘટનાથી વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસે રોહનની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસે ગેરકાયદેસર હથિયારો ક્યાંથી આવ્યા તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત યુવક રોહનના સંબંધમાં કોંગ્રેસના નેતા સચિન પાયલટની માતાના મામાનો પુત્ર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field