Home ગુજરાત ઉત્તર ગુજરાતમાં આપ બેરોજગાર યુવાનોની વ્યથા સાંભળશે

ઉત્તર ગુજરાતમાં આપ બેરોજગાર યુવાનોની વ્યથા સાંભળશે

46
0

અરવિંદ કેજરીવાલ દ્વારા રોજગાર બાબતે જે ગેરંટીકાર્ડ આપવામાં આવ્યું છે જે ગામડા અને શહેરો સુધી અમે પોહચાડીશુ. ભાજપ દ્વારા જે ખોટી માહિતી આપવામાં આવી રહી છે તેને દૂર કરી આમ આદમી પાર્ટી દ્વારા ૧૦ લાખ રોજગારી કઈ રીતે આપવામાં આવશે. આ પરીક્ષા કઈ રીતે પારદર્શક રીતે લેવામાં આવે. ભૂતકાળમાં પેપર ફૂટયા છે અને ભાજપના મળતીયાઓ જે સંડોવાયેલા છે વગેરે બાબતે લોકો સુધી માહિતી પોહચાડીશુ. ગુજરાતની પરીક્ષાઓ અનિશ્ચિતતા હોય છે. અમે આ નિશ્ચિત કરીશું. લોકો સુધી અમે રોજગાર બાબતે તમામ માહિતી પોહચાડીશું. રાજયમાં બેરોજગાર દર ખોટો બતાવવામાં આવે છે. ૧૦-૧૨ વર્ષથી યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલો છું. યુવાનો અને તેમના માતા પિતા સરકારી નોકરીની ઈચ્છા રાખે છે. ૬ – ૮ મહિના બાદ ફોર્મ ભર્યા બાદ ખબર પડે ફોર્મ રદ થાય એટલે નિરાશ થાય. ૫ વર્ષ સુધી પરીક્ષાઓ લેવાતી નથી. ૨૧ વર્ષે નક્કી કરે તો તેણે અત્યારે ૫ વર્ષ આહુતિ આપવી પડે છે. અમારે પેપર ફૂટ્યા એ બાબતે અમારે ફાઇલ બનાવીને આપવી પડે છે. દિલ્લીમાં આમ આદમીની સરકાર બની તે પહેલાં કેટલાક પેપરો ફૂટ્યા હતા પરંતુ આમ આદમીની સરકાર બન્યા બાદ ત્યાં કાયદો બનાવવામાં આવ્યો અને આજ દિન સુધી કોઈ પેપર દિલ્લીમાં ફૂટ્યા નથી.ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા વચનો અને ગેરંટી આપવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા રોજગાર ગેરંટી યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. આ રોજગારી ગેરંટી યાત્રા ઉત્તર ગુજરાતમાં ૩ જિલ્લામાં ૨૧ વિધાનસભામાં યાત્રા ૧૧ દિવસ સુધી ફરશે. આ યાત્રામાં યુવાનોની વ્યથા અને વેદના સાંભળવામાં આવશે. રાજ્યમાં જે બેરોજગાર યુવાનો છે તેમની નોંધણી કરીશું. આ એક બેરોજગાર મેળો પણ હશે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આ યાત્રા ફરવાની છે. ગુરુવારે હિંમતનગરથી આ યાત્રાની શરૂઆત થશે અને પાટણમાં પૂર્ણ થશે. યાત્રામાં જાેડાનાર યુવાનોને ક્રાંતિવીર ગણવામાં આવશે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field