(જી.એન.એસ),તા.04
ઉત્તર કોરિયા,
દરેક દેશમાં ગંભીર ગુના પછી મૃત્યુદંડ આપવામાં આવે છે. ઉપરાંત, ઘણા દેશોમાં મૃત્યુદંડની કોઈ જોગવાઈ નથી. આ દરમિયાન ઉત્તર કોરિયાએ તેના દેશના અધિકારીઓને એક એવા કેસમાં મોતની સજાની જાહેરાત કરી છે જે તમને ચોંકાવી દેશે. તાજેતરમાં, ઉત્તર કોરિયામાં ભયંકર પૂર આવ્યું હતું, જેમાં 4 હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો, લોકોના ઘરો બરબાદ થયા હતા અને જાનમાલનું મોટું નુકસાન થયું હતું, જેના પછી હવે દેશના શાસક કિમ જોંગ-ઉન પૂર ન રોકવાનો ગુનો, 30 અધિકારીઓને જેલની સજા ન થઈ, તેમને દંડ ન થયો પણ તેમને સીધા જ ફાંસી આપવામાં આવી. જુલાઈ મહિનામાં ઉત્તર કોરિયામાં પૂર આવ્યું હતું, આ પૂરે ચાંગાંગ પ્રાંતમાં ભારે તબાહી મચાવી હતી. આ દુર્ઘટનામાં 4 હજાર લોકોએ જીવ ગુમાવ્યા, લોકોના ઘર પૂરમાં નાશ પામ્યા, ઘણા લોકોને ઘર છોડીને અન્ય વિસ્તારોમાં રહેવા જવું પડ્યું.
દક્ષિણ કોરિયાના મીડિયાએ જણાવ્યું કે, ઉત્તર કોરિયાના એવા તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેઓ પૂરને રોકવા માટે વધુ પગલાં લઈ શક્યા હોત, પરંતુ ન કરી શક્યા અને તેમને સખત સજા આપવામાં આવશે. દક્ષિણ કોરિયાના મીડિયાએ ઉત્તર કોરિયાના એક અધિકારીને ટાંકીને વધુમાં જણાવ્યું કે, આ દુર્ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા ભોગવવી પડશે. દેશની નોર્થ કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) એ અહેવાલ આપ્યો છે કે કિંગ કિમ જોંગે તે અધિકારીઓને કડક સજા કરવાનો આદેશ આપ્યો છે જેઓ જુલાઈમાં દેશમાં આવેલા પૂરને રોકી શક્યા નથી. ઉત્તર કોરિયાના મીડિયા અનુસાર, જુલાઈ મહિનામાં દેશમાં આવેલી કુદરતી આફતમાં, પૂરમાં 4 હજારથી વધુ મકાનો ધોવાઈ ગયા હતા, 7,410 એકર જમીન નાશ પામી હતી. ઉપરાંત રેલ્વે અને રસ્તાઓને પણ નુકસાન થયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.