Home દેશ - NATIONAL ઉત્તરાખંડમાં અલકનંદા નદી પાસે ટ્રાન્સફોર્મર ફાટતા 15 થી વધારે લોકોના મોત

ઉત્તરાખંડમાં અલકનંદા નદી પાસે ટ્રાન્સફોર્મર ફાટતા 15 થી વધારે લોકોના મોત

17
0

(GNS),19

ઉત્તરાખંડના ચમોલીમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં નમામી ગંગે પ્રોજેક્ટ સાથે જોડાયેલા સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કરંટ આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોની મદદથી વીજ કરંટથી પ્રભાવીત લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટ ચમોલી માર્કેટ પાસે હતો. ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે સ્થળ પર કરંટ ફેલાઈ ગયો હતો, જેમાં અનેક લોકોના મોત થયા હતા. દુર્ઘટના સમયે સ્થળ પર 24 લોકો હાજર હતા. ઘાયલોને હવે દેહરાદૂન ખસેડવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે, તેઓ પોતે પણ ચમોલી જઈ શકે છે. ચમોલીના SP પરમેન્દ્ર ડોભાલના જણાવ્યા અનુસાર, ટ્રાન્સફર અલકનંદા નદી પાસે ફાટ્યું હતું, જેના કારણે આ અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે. ગંગા સહિત અન્ય નદીઓના પાણીમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. પહાડી વિસ્તારો સતત વરસાદ અને તોફાનનો સામનો કરી રહ્યા છે, પછી તે ઉત્તરાખંડ હોય કે હિમાચલ પ્રદેશ. ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હજારો પ્રવાસીઓ ફસાયા હતા. ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થવાના સમાચાર છે. રુદ્રપ્રયાગમાં વરસાદના કારણે આવેલા પૂરમાં એક હોટલ ધોવાઈ ગઈ હતી, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઉત્તરકાશીમાં પર્વત પરથી પડેલો કાટમાળ સીધો ટેમ્પો પર આવ્યો હતો. પહાડી વિસ્તારોમાં ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે હરિદ્વાર અને ઋષિકેશમાં પણ નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. હરિદ્વારમાં ગંગાનું જળસ્તર 293 મીટરે પહોંચી ગયું છે, જે ખતરાના સ્તરની નજીક છે. આવી સ્થિતિમાં ગંગાને અડીને આવેલા વિસ્તારોમાં પૂરનો ખતરો રહે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field