Home દેશ - NATIONAL ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા

ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા

34
0

ઉત્તરાખંડમાં મોટો અકસ્માત થયો છે. કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. દુર્ઘટનાનો ભોગ બનેલું હેલિકોપ્ટર આર્યન કંપનીનું હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટર શ્રદ્ધાળુઓને ફાટાથી કેદારનાથ લઈને જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના ઘટી. સૂચના મળતા જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. શ્રદ્ધાળુઓ કેદારનાથ મંદિરના દર્શન માટે જઈ રહ્યા હતા.

પરંતુ હેલિકોપ્ટર રસ્તામાં જ ક્રેશ થઈ ગયું. જેમાં 6 લોકોના મોત થયા. નોંધનીય છે કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ મંદિરમાં દર્શન માટે પહોંચે છે. મોટાભાગના લોકો કેદારનાથ મંદિર પગપાળા જાય છે અને કેટલાક લોકો હેલિકોપ્ટરની પણ મદદ લે છે. આજે આવું જ એક હેલિકોપ્ટર દુર્ધટનાનો ભોગ બન્યું. અત્રે જણાવવાનું કે આ અકસ્માત એવા સમયે થયો છે કે જ્યારે 21-22 ઓક્ટોબરના રોજ પીએમ મોદી કેદારનાથ અને બદ્રીનાથના પ્રવાસે જવાના છે.

પીએમ મોદી 21 ઓક્ટોબરે કેદારનાથ જશે અને કેદારનાથ પહોંચીને ત્યાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે. બાબા કેદારના દર્શન કર્યા બાદ પીએમ મોદી બદ્રીનાથ પણ જશે. પ્રધાનમંત્રી મોદી 21 ઓક્ટોબરના રોજ કેદારનાથન દર્શન કર્યા બાદ રાતે ત્યાં જ રોકાશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 22 ઓક્ટોબરના રોજ તેઓ બદ્રીનાથના દર્શન કરશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓસ્ટ્રેલિયાએ આ નિર્ણય કરી ઈઝરાયેલને આપ્યો મોટો ઝટકો, જાણો કેમ કર્યું આવું?
Next articleકોંગ્રેસી નેતાએ ગોપાલ ઈટાલિયાની વડાપ્રધાન મોદી પરની ટિપ્પણી પર કહી આ વાત…