Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશ શાહજહાંપુરના RSS કાર્યાલય પર પથ્થરમારો, તોફાનીઓએ કાર્યકરોને મૂઢ માર માર્યો

ઉત્તરપ્રદેશ શાહજહાંપુરના RSS કાર્યાલય પર પથ્થરમારો, તોફાનીઓએ કાર્યકરોને મૂઢ માર માર્યો

34
0

(GNS),03

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં આરએસએસ કાર્યાલયની દિવાલ પર પેશાબ કરવાની ના પાડતા બબાલ થઈ હતી. તોફાનીઓએ વિદ્યાર્થી પ્રચારક સાથે અન્ય કાર્યકરોને મૂઢ માર માર્યો હતો. ઓફિસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. બનાવની જાણ થતા જ, કેટલાક અન્ય હિંદુ સંગઠનો, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોચ્યા હતા. હિન્દુ સંગઠનોએ કહ્યું કે લાંબા સમયથી તેમને ફરિયાદ કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી. જો કે આ બબાલ બાદ, પોલીસે બે પથ્થરબાજો સામે ગુનો નોંધી તેમને કસ્ટડીમાં લીધા છે. હકીકતમાં બુધવારે મોડી રાત્રે એક યુવક સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ટાઉન હોલ વિસ્તાર સ્થિત આરએસએસ ઓફિસની દિવાલ પર પેશાબ કરી રહ્યો હતો. જ્યારે યુવકને સંઘના કાર્યકરોએ દિવાલ પર પેશાબ કરવાની ના પાડી તો તે ગુસ્સે થઈ ગયો અને અપશબ્દો બોલવા લાગ્યો. અભદ્ર વર્તન અને અપશબ્દો બોલવાની ના પાડ્યા બાદ, મારામારી થવા લાગી. થોડી જ વારમાં કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા. એકઠા થયેલા ટોળાએ સંઘ કાર્યાલય પર તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો હતો. સંધની ઓફિસમાં હાજર વિદ્યાર્થી પ્રચારક ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

સંધ કાર્યલય પર પથ્થરમારો કરાયાની જાણ થતાં જ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સહિતના અન્ય કેટલાક હિંદુ સંગઠનોના કાર્યકરો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની હાજરીમાં તોફાનીઓએએ સંઘના કાર્યકરો સાથે ગેરવર્તણૂક કરી હતી, જેના કારણે હિન્દુ સંગઠનના કાર્યકરો પણ ઉશ્કેરાઈ ગયા હતા અને હાજર પોલીસકર્મીઓ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ પોલીસ પર પથ્થરમારો કરનારા તોફાની તત્વોને સ્થળ પરથી ભગાડવાનો આરોપ લગાવ્યો હતો. કલાકો સુધી ચાલેલા આ હોબાળામાં આરએસએસ અને હિન્દુ સંગઠનોના કાર્યકરો સાથે વાત કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી હતી. સંઘના કાર્યકરોએ આપેલી વિગતોના આધારે પોલીસે ગુનો નોંધી ઉપદ્રવ સર્જનારા બે લોકોની અટકાયત કરી હતી, જ્યારે હાજર હિન્દુ સંગઠન સાથે સંઘના કાર્યકરોએ પોલીસની કાર્યશૈલીને લઈને પોલીસ સ્ટેશનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.. હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ પથ્થરમારો અને મારપીટના ગુનેગારો સહિત બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતાં સદર બજાર પોલીસ સ્ટેશનમાં આપેલી વિગતોના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો અને હુમલાખોરો સામે, કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field