Home દેશ - NATIONAL ઉત્તરકાશીમાં સુરંગમાં 24 કલાકથી ફસાયેલા મજૂરોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ઉત્તરકાશીમાં સુરંગમાં 24 કલાકથી ફસાયેલા મજૂરોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

30
0

પાઈપલાઈન વાટે પૂરો પડાઈ રહ્યો છે ઓક્સિજન

(GNS),13

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે સવારે એક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડતા 40થી વધુ મજૂરો ટનલમાં ફસાયા છે. જે બાદ સુરંગની અંદર ફસાયેલા કામદારોને બચાવવા માટે આખી રાત મલ્ટી એજન્સી દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારા ખાતે બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર આ ભયાનક ઘટના બની હતી. જ્યાં નિર્માણાધીન ટનલ એક ભાગ ગઈકાલને લગભગ 5 વાગ્યે તૂટી પડ્યો હતો. આ દરમિયાન ટનલમાં 40 કામદારો કામ કરી રહ્યા હતા તે તમામ અંદર ફસાયા ગયા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા ઓક્સિજન ટનલમાં પહોચાડવામાં આવી રહ્યો છે. રાજ્ય ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (SDRF) અને પોલીસ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં 24 કલાક થયા છે અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. અત્યાર સુધી કાટમાળ 15 થી 20 મીટર બહાર નીકળી ગયો છે. પાઈપ દ્વારા કામદારોને ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ 40 કામદારો સુરક્ષિત છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ ના પજે આથી પાઈપ દ્વારા ટનલમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. પ્રશાંત કુમારે કહ્યું, “દરેક જણ સુરક્ષિત છે, અમે ફસાયેલા કામદારોના સતત સંપર્કમાં છીએ.”

અત્યાર સુધીમાં લગભગ 20 મીટરનો સ્લેબ દૂર કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે ઉત્તરાખંડ ટનલ કોલેપ્સમાં ફસાયેલા કામદારોને પાણી અને ખાદ્યપદાર્થો પણ મોકલવામાં આવી રહ્યા છે. ટનલનો તૂટી ગયેલો ભાગ પ્રવેશદ્વારથી લગભગ 200 મીટરના અંતરે સ્થિત છે અને ટનલને ખોલવા માટે અત્યાર સુધીમાં લગભગ 20 મીટરનો સ્લેબ દૂર કરવામાં આવ્યો છે. રેસ્ક્યુ ટીમ એક્સેવેટર અને અન્ય હેવી મશીનોનો ઉપયોગ કરીને કાટમાળ હટાવી રહી છે. SDRF અને પોલીસની ટીમ ચાલી રહેલા બચાવ કાર્યની જવાબદારી સંભાળી રહી છે. સુરંગ તૂટી પડવાની માહિતી ઉત્તરકાશીના જિલ્લા કંટ્રોલ રૂમમાં મળી હતી, જેમાં ફોન કરનારે SDRF ટીમની મદદ માંગી હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ચિંતિત છે અને કહ્યું કે, ઘટનાની માહિતી મળ્યા બાદ તેઓ સતત અધિકારીઓના સંપર્કમાં છે. એજન્સીઓએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. તેણે કહ્યું કે તે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે બધા જલ્દી સુરક્ષિત રીતે બહાર આવે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field