Home ગુજરાત ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં બ્રિટિશ કાઉન્સિલ અને SCOPE...

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં બ્રિટિશ કાઉન્સિલ અને SCOPE વચ્ચે MOU થયા

29
0

બ્રિટીશ કાઉન્સિલની ઇંગ્લિશ સ્કોરની ઓનલાઇન પરીક્ષાઓ અને ટ્રેનિંગ માટે થયા MOU

પરીક્ષાના મોડયુલ્સમાં વ્યાકરણ અને શબ્દભંડોળ સાથે Stering, Spooking , Reading અને Writing જેવા કૌશલ્યો પર ભાર મૂકાશે

(GNS),08

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બ્રિટીશ કાઉન્સીલ અને SCOPE વચ્ચે MOU કરાયા હતા.

સ્કોપ દ્વારા બ્રિટિશ કાઉન્સીલ સાથે એગ્રીમેન્ટ કરીને તેની પરીક્ષાઓ તથા ઓનલાઇન ટ્રેનિંગનો લાભ ગુજરાતના વિધાર્થીઓને તથા આમ જનતાને સુપેરે મળી રહે અને માતૃભાષાની સાથે અંગ્રેજી ભાષાનું જ્ઞાન અને સમજણમાં પણ વધારો થાય તે હેતુથી MOU કરવામાં આવ્યા છે.

આ પરીક્ષાના મોડયુલ્સમાં વ્યાકરણ અને શબ્દભંડોળ સાથે Stering, Spooking , Reading અને Writing જેવા કૌશલ્યો પર ભાર મૂકવામાં આવશે . ઓનલાઈન મોડ્યુલ્સ દ્વારા તેનો અભ્યાસ કરી સરળતાથી તેની પરીક્ષા આપી શકાશે અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર વિધાર્થીઓ તથા ગુજરાતનાં નાગરિકો મેળવી શકશે.

આ ઉપરાંત લાભાર્થી માટે તેઓને અનુકૂળ સમય અનુસાર દર મહિને ૨૫ મિનિટના ૪ વેબિનરની સવલત બ્રિટિશ કાઉન્સીલના કુશળ ટ્રેનર્સ દ્વારા આપવામાં આવશે.

વર્ષમાં દુનિયાભરના 20 લાખ થી વધુ લોકો તેનો લાભ લે છે . આ પરીક્ષા ૧૫૦થી વધુ દેશોમાં અને વિશ્વભરની ૨૫૦ થી વધુ યુનિવર્સિટીઓમાં માન્ય છે.

ઇંગ્લિશ સ્કોરની પરીક્ષા વિશ્વભરના શૈક્ષણિક નિષ્ણાતો જેવા કે “સેન્ટર ઑફ રિસર્ચ ફોર ઇગ્લિશ લર્નિંગ’ અને યુનિવર્સિટી ઓફ બેડફોર્ડશાયર ખાતે ભાષાનું મૂલ્યાંકન કરીને તૈયાર કરવામાં આવેલ છે. જેનું પરિણામ કોમન યુરોપીયન ફ્રેમવર્ક (CEFR) પર આધારિત છે.

ઇંગ્લિશ સ્કોરની પરીક્ષા વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ અને જોબ પ્રોગ્રેસમાં લાભ થવા પાત્ર છે. સ્નાતક વિધાર્થીઓને ઇલેશ સ્કોર પરીક્ષા આપીને તેમનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ જાણી શકશે અને તેમના રોજગાર માટે મદદરૂપ બનશે.

અત્રે નોંધનીય બાબાત એ છે કે, વર્ષ ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ  વિધાર્થીઓમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન વધે તે ઉમદા હેતુથી Society for Creation of Opportunities through Proficiency in English- SCOPEની સ્થાપના કરાઇ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field