(જી.એન.એસ),તા.૨૫
ઈશાન કિશનની બેટિંગની સાથે સાથે તેની પર્સનલ લાઈફની પણ ચર્ચા થાય છે. તમને જણાવી દઈએ કે ઈશાન હાલમાં સુપરમોડલ અદિતિ હુંડિયા સાથે રિલેશનશિપમાં છે, જેના કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. પરંતુ ઈશાને હજુ સુધી પોતાના સંબંધો અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. પરંતુ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. કહેવાય છે ને પ્રેમમાં ઉંમર ના જોવી જોઈએ. આવું જ કંઈક ઈશાન કિશન અને તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા સાથે થાય છે. તેમનો સંબંધ ઓફિશિયલ ન હોવા છતાં ઈશાન કિશન અદિતિ કરતા નાનો છે. ઈશાનનો જન્મ 18 જુલાઈ 1998ના રોજ થયો હતો. જ્યારે અદિતિ હુંડિયાનો જન્મ જાન્યુઆરી 1997ના રોજ થયો હતો..
તમને જણાવી દઈએ કે અદિતિ હુંડિયા મોડલ છે અને મ્યુઝિક વીડિયો અને જાહેરાતો દ્વારા કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે અદિતિએ વર્ષ 2018માં મિસ સુપરનેશનલ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. 2017માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટની ફાઈનલિસ્ટ રહી હતી. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લાખો ફોલોઅર્સ છે. તે સુંદરતા અને ફિટનેસના મામલે બોલિવુડ એક્ટ્રેસને ટક્કર આપે છે. અદિતિ વિશે વાત કરીએ તો તે એક સંગીત કલાકાર છે અને લોકો તેની તસવીરો ખૂબ પસંદ કરે છે. અદિતિ પણ આઈપીએલમાં ઈશાન કિશનને સપોર્ટ કરતી જોવા મળી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.