Home દેશ - NATIONAL ઈરાન સાથે ભારતના સંબંધમાં ખટરાગ? ક્રુડ ઓઈલની આયાત પર 20 ટકાનો કાપ

ઈરાન સાથે ભારતના સંબંધમાં ખટરાગ? ક્રુડ ઓઈલની આયાત પર 20 ટકાનો કાપ

525
0

ઈરાન પાસેથી ઓઈલ ખરીદવામાં ચીન બાદ ભારત બીજા નંબરે આવે છે. પરંતુ હવે દેશની સરકારી રિફાઈનરીઓએ 2017-18માં ઈરાન પાસેથી ઓઈલ ખરીદવામાં 20 ટકા સુધીનો કામ મુકવાનો નિર્ણય લીધો છે. ફરજાન ગેસ ફિલ્ડને ભારતીય કંપનીઓને આપવામાં ઈરાનની અનિચ્છા જોતા સરકારે આ ફેસલો લીધો છે. અત્રે જણાવવાનું કે જ્યારે ન્યૂક્લિયર પ્રોગ્રામના પગલે ઈરાન પર પશ્ચિમી દેશોએ તમામ પ્રતિબંધો લગાવ્યાં હતાં ત્યારે ભારત એ દેશોમાં સામેલ હતું જેણે ઈરાન પાસેથી ઓઈલની ખરીદી ચાલુ રાખી હતી.
જો કે કેટલાક પ્રતિબંધો હટ્યા બાદ ગત દિવસોમાં ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો પહેલા જેવા રહ્યાં નથી. ખાસ કરીને ઈરાન તરફથી જે રીતે પોતાના ગેસ અને ઓઈલ અંગે વધુ કિંમતો મેળવવાના સતત પ્રયત્નો થઈ રહ્યાં છે તેને કારણે આમ બની રહ્યું છે. ઈરાનથી નાખુશ ભારત સરકારના ઓઈલ મંત્રાલયે સરકારી રિફાઈનરીઓને ઈરાન પાસેથી મેળવવામાં આવતા ઓઈલમાં કામ મૂકવા જણાવ્યું છે. એક ભારતીય સૂત્રના જણાવ્યાં મુજબ ઈરાન પાસેથી ઓઈલની આયાતમાં ધીરે ધીરે ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જો અમારી કંપનીને લઈને ફરજાદ બી ગેસ ફિલ્ડ પર કોઈ પ્રગતિ ન થઈ તો આ કામ હજુ વધુ વધારી શકાય છે.
ઈન્ડિયન રિફાઈનર્સ તરફથી નેશનલ ઈરાનિયન ઓઈલ કંપનીના પ્રતિનિધિઓને જણાવવામાં આવ્યું છે કે તેઓ ઈરાનથી ખરીદવામાં આવનાર ક્રુડ ઓઈલમાં 20 ટકા સુધીનો ઘટાડો કરી રહ્યાં છે. ઈરાનની કંપની સાથેની બેઠકમાં ભારતીય અધિકારીએ જણાવ્યું કે અમે હાલ 2,40,000 બેરલ ક્રુડ ઓઈલ પ્રતિદિન ખરીદીએ છીએ. જેની સંખ્યાં હવે 1,90,000 બેરલ સુધી કરાશે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, મેંગ્લોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન તરફથી આયાતમાં પ્રતિદિન 20,000 સુધીનો ઘટાડો કરવાની યોજના છે. આ ઉપરાંત ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પણ આયાતમાં પ્રતિદિન 10,000 બેરલના કાપની યોજના ઘડી રહ્યાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Next articleયોગીના રસ્તે નીતિશકુમાર, બિહારમાં પણ ગેરકાયદેસર કતલખાનાઓ પર તવાઈ