ભારતની તાન્યા હેમંતે રવિવારે 31માં ઈરાન ફજ્ર આંતરરાષ્ટ્રીય ચેલેન્જમાં ટોચ વરીય અને હમવતન તસનીમ મીરને ડાયરેક્ટ ગેમમાં હરાવીને મહિલા સિંગલનો ખિતાબ જીત્યો છે. હવે તે પોડિયમ પર મેડલ લેવા જઈ રહી હતી, ત્યારે તેને હિજાબ પહેરાવી દીધો હતો. મહિલાઓના આકરા વિરોધ અને દુનિયાભરમાં શરમજનક સ્થિતિ હોવા છતાં પણ ઈરાન ધડો લેતું નથી. ઈરાન ફજ્ર ઈન્ટરનેશનલ ચેલેન્જ બેડમિંટન ટૂર્નામેન્ટમાં દુનિયાભરના શાનદાર શટલરોને ધૂળ ચટાડી ચેમ્પિયન બનેલી ભારતીય ખેલાડી તાન્યા હેમંતને મેડલ માટે પોડિયમ પર જતી વખતે હિજાબ પહેરાવ્યો હતો.
કર્ણાટકની તાન્યા હેમંતે રવિવારે તેહરાનમાં ઈરાન ફજ્ર ઈન્ટરનેશનલ ચેલેન્ડ બેડમિંટન ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. જ્યારે તે ગોલ્ડ મેડલ લેવા માટે પોડિયમ પર જઈ રહી હતી, ત્યારે તેને હિજાબ પહેરવો પડ્યો હતો. 19 વર્ષિય તાન્યા, જે પ્રકાશ પાદુકોણ બૈડમિંટન એકેડમીમાં ટ્રેનિંગ લે છે, તે 30 મિનિટમાં ચેમ્પિયન અને હમવતન તસનીમ મીરને હરાવી હતી. બેંગલુરુની છોકરીએ પ્રથમ ગેમમાં સરળતાથી જીત નોંધાવી હતી. બીજી ગેમમાં ટોપ સીડે થોડી હેરાન કરી. પણ તેણે ગેમને 21-7, 21-11થી પોતાના નામે કરી.
આયોજકોએ તાન્યાને મેડલ સમારંભમાં એક હેડસ્કાર્ફ પહેરવા માટે કહ્યું. કંઈક આવું જ ગત વર્ષે તસનીમની સાથે પણ થયું હતું. જ્યારે ગુજરાતની ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બૈડમિંટન સૂત્રોએ ટાઈમ્સ ઓફ ઈંડિયાને જણાવ્યું અનુસાર જો તમને જણાવીએ તો, આયોજકોએ સ્પષ્ટ કરી દીધું હતું કે, મહિલા પદક વિજેતાઓ માટે હેડસ્કાર્ફ ફરજિયાત હતું. જોકે ટૂર્નામેન્ટના પ્રોસ્પેક્ટ્સમાં પોડિયમ ડ્રેસ કોડનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. તેમણે જણાવ્યુ કે, પ્રોસ્પેક્ટ્સમાં બેડમિંટન વર્લ્ડ ફેડરેશનની હરિફાઈમાં નિયમોમાં કપડાના નિયમો વિશે વાત કરવામાં આવી છે. જે દુનિયાભરના ટૂર્નામેન્ટોમાં સામાન્ય છે. જ્યારે આપણે જાણીએ છીએ કે, તેહરાનમાં મહિલાઓને બહાર નીકળવા પર હેડસ્કાર્ફ ફરજિયાત હતું. ટૂર્નામેન્ટ દરમિયાન તેનો ઉપયોગ વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી.
GNSNEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.