Home દુનિયા - WORLD ઈમરાન ખાનને ડર સતાવી રહ્યો છે કે શું? આ ચાર લોકો...

ઈમરાન ખાનને ડર સતાવી રહ્યો છે કે શું? આ ચાર લોકો તેમની હત્યા કરવા ઈચ્છે છે?

38
0

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને એકવાર ફરીથી પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઈશનિંદાનો આરોપ લગાવીને તેમને મોત નિપજાવવામાં આવી શકે છે. આ માટે 4 લોકો ષડયંત્ર રચી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે જો તેમની સાથે કઈ અનહોની થઈ તો આ ષડયંત્રકારોના નામ દેશની સામે રજૂ કરાશે. તહરીક એ ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાન શુક્રવારે પંજાબના મિયાંવાલી વિસ્તારમાં એક જનસભાને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે 4 લોકો તેમના પર ઈશનિંદાનો આરોપ લગાવીને તેમની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે.

તેમણે ચેતવણી આપી કે જો તેમની સાથે કઈ પણ અનહોની થઈ તો આ ષડયંત્રકારોના નામ દેશની સામે રજૂ કરાશે. ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (PML-N) ના નેતા તેમના પર ધાર્મિક નફરત ભડકાવવા માટે ઈશનિંદા કરવાનો આરોપ લગાવી રહ્યા છે. ખાને આરોપ લગાવ્યો કે તેની (આરોપ) પાછળ શું ખેલ હતો. બંધ દરવાજા પાછળ બેઠેલા 4 લોકોએ મને ઈશનિંદાના આરોપમાં ફસાવીને હત્યા કરવાનો નિર્ણય લીધો.

તેમણે કહ્યું કે જો તેમને કશું પણ થયું તો ષડયંત્રકારોના નામવાળો એક વીડિયો બહાર પાડવામાં આવશે. તેમણે કહ્યું કે ‘જો હું મરી જાઉ તો તેઓ કહેશે કે ધાર્મિક કટ્ટરપંથીઓએ તેમને (ઈમરાન ખાન)ને મારી નાખ્યા કારણ કે તેમણે ઈશનિંદા કરી હતી.’ ઈમરાન ખાને ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે દેશ આ ષડયંત્રકારોને ક્યારેય માફ નહીં કરે. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાને તેમને જીવનું જોખમ છે એવો દાવો આ કઈ પહેલીવાર નથી કર્યો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleUNHRCમાં ચીનના ઉઈગર મુસ્લિમો સામે વોટિંગ ન કર્યાનો ભારતે આપ્યો જવાબ
Next articleમોદી સરકારે એરફોર્સને વેપન સિસ્ટમ બ્રાન્ચ બનાવવાની આપી મંજૂરી