Home દુનિયા - WORLD ઈમરાન ખાનને અઠવાડિયામાં બે વાર મળવાની સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવે- ઇસ્લામાબાદ હાઈકોર્ટ

ઈમરાન ખાનને અઠવાડિયામાં બે વાર મળવાની સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવે- ઇસ્લામાબાદ હાઈકોર્ટ

25
0

જેલમાં બંધ પાકિસ્તાનના પર્વ વડાપ્રધાન માટે આવ્યા રાહતના સમાચાર

(જી.એન.એસ) તા. 25

ઇસ્લામાબાદ,

જેલમાં બંધ પાકિસ્તાનના પર્વ વડાપ્રધાન માટે એક સારા સમાચાર આવ્યા હતા જેમાં, ઇસ્લામાબાદ હાઇકોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે અધિકારીઓને અઠવાડિયાના બે અલગ અલગ દિવસોમાં ખાનની બે બેઠકોનું આયોજન કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હાઈકોર્ટે કહ્યું કે મુલાકાત લેનારાઓને રાજકીય નિવેદનો આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ મુદ્દે ઈમરાન ખાનના વકીલ ઝહીર અબ્બાસે કહ્યું હતું કે, એ વાત પર સહમતિ બની છે કે ખાનને અઠવાડિયામાં બે દિવસ મળવા દેવાશે. તેમણે કહ્યું કે ખાન મંગળવારે તેમના પરિવાર અને વકીલોને અને ગુરુવારે મિત્રોને મળી શકે છે.

પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ હાઈજેકની ઘટના બાદ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ચીફ ઈમરાન ખાને અદિયાલા જેલમાંથી સંદેશો આપ્યો હતો. મંગળવાર (11 માર્ચ, 2025)ના રોજ મોકલવામાં આવેલા આ સંદેશમાં ઈમરાન ખાને કહ્યું કે આ દિવસોમાં પાકિસ્તાનમાં આતંકવાદની આગ ફેલાઈ રહી છે, જ્યારે તેમના શાસન દરમિયાન આવું નહોતું.

પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ હાઈજેકની ઘટના બાદ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ચીફ ઈમરાન ખાને અદિયાલા જેલમાંથી સંદેશો આપ્યો હતો. મંગળવાર (11 માર્ચ, 2025)ના રોજ મોકલવામાં આવેલા આ સંદેશમાં ઈમરાન ખાને કહ્યું કે આ દિવસોમાં પાકિસ્તાનમાં આતંકવાદની આગ ફેલાઈ રહી છે, જ્યારે તેમના શાસન દરમિયાન આવું નહોતું.

આ મામલે ઈમરાન ખાને કહ્યું હતું કે, ‘આતંકવાદે ફરી એકવાર દેશમાં પોતાના મૂળિયા જમાવી લીધા છે. અમારા કાર્યકાળ દરમિયાન પાકિસ્તાને આતંકવાદને સફળતાપૂર્વક કાબુમાં લીધો હતો અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા તરફ આગળ વધી રહ્યું હતું. ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં અમારું રેન્કિંગ ચાર સ્થાન સુધર્યું છે. જોકે, સત્તા પરિવર્તને આ પ્રગતિને ઉલટાવી દીધી અને કમનસીબે, પાકિસ્તાન ફરી એકવાર વૈશ્વિક આતંકવાદ સૂચકાંકમાં બીજો સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field