Home દેશ - NATIONAL ઈન્દોર કોર્ટમાં એક ઉલેમાએ જજ પર જૂતાની માળા ફેંકી 

ઈન્દોર કોર્ટમાં એક ઉલેમાએ જજ પર જૂતાની માળા ફેંકી 

32
0

મધ્ય પ્રદેશની એક કોર્ટમાં બની એક શરમનાક ઘટના

(જી.એન.એસ) તા. 28

ઈન્દોર,

મધ્ય પ્રદેશના ઈન્દોર કોર્ટમાં એક ઉલેમાએ જજ પર જૂતાની માળા ફેંકી હતી, જે એક મોટો અપરાધ છે અને ખૂબ શર્મનાક કહેવાય. આ ઘટના મંગળવારે બની હતી જ્યાં ન્યાયાધીશે એક મસ્જિદની જમીનને લઈને ચુકાદો આપ્યો હતો જેના કારણે ઉલેમાઓ ગુસ્સે થઈ ગયા હતા અને ગુનો કર્યો હતો. ઉલેમાની આ કાર્યવાહીને કારણે કોર્ટમાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી.

જો કે મળતી માહિતી મુજબ, પોલીસ આરોપીને કોર્ટમાં હાજર થવા માટે લાવી હતી, કોર્ટમાં હાજર વકીલોએ આ ઘટના જોઈને આરોપી અને તેના પુત્રને ખૂબ માર માર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ કોઈક રીતે આરોપીઓને પોતાની સાથે લઈ ગઈ, કોર્ટ પરિસરમાં ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી.

આ ઘટના ઈન્દોરની કોર્ટ નંબર 40ના 19મા જિલ્લા ન્યાયાધીશ સાથે બની હતી. જ્યાં મસ્જિદના બે ઉલેમા વચ્ચે કોર્ટમાં નિર્ણય લેવાનો હતો. જજના નિર્ણયથી નારાજ મોહમ્મદ સલીમે કોર્ટ નંબર 40ના જજ પર જૂતાની માળા ફેંકી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી જૂતાની માળા બનાવીને ઘરેથી લાવ્યો હતો. સલીમે જમીન પર મસ્જિદ દ્વારા કેટલાક બાંધકામ અંગે કેસ દાખલ કર્યો હતો. જ્યારે ન્યાયાધીશે સલીમ વિરુદ્ધ ચુકાદો આપ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને જૂતાની માળા ફેંકી દીધી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડીઓટી અને એનટીપીઆરઆઈટી દ્વારા આશરે 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 220થી વધુ સંચાર મિત્રો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
Next articleએનઓસી વગર ચાલતા મનોરંજન સ્થળો-ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવામાં આવે