(જી.એન.એસ જિતેન્દ્ર ઉપાધ્યાય) તા. 8
સાબરકાંઠા,
સાબરકાંઠા જિલ્લામાં ઉનાળામાં રાત્રે અનેક ઠેકાણે છેલ્લા ઘણા વર્ષોથી નાઈટ ક્રિકેટ ટૂનાર્મેન્ટનું આયોજન કરાવામાં આવે છે, ત્યાં એક સામાન્ય બાબતે મોટી માથાકૂટ થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આ બનાવ ની વાત કરીએ તો શુક્રવારે રાત્રે ઈડર તાલુકાના દરામલી ગામે આવેલ સવગુણ કોમ્પ્લેક્ષની પાછળના ક્રિકેટ મેદાનમાં બોલ લેવા બાબતે દરામલી અને ભદ્રેસર ગામના યુવકો વચ્ચે થયેલી બોલાચાલી આખરે મારા મારીમાં પરિણમી હતી. ભદ્રેસરના કેટલાક યુવકોએ દરામલીના યુવકો પર લાકડી તથા અન્ય મારક હથિયારોથી હુમલો કરતાં ચાર જણાને ઈજા થઈ હતી. નોંધનીય છે કે, તેમને ઈડર અને હિંમતનગર સિવિલમાં દાખલ કરાયા હતા. ઘટનાને પગલે જાદર પોલીસે સ્થળ નિરીક્ષણ કરી હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ઈજાગ્રસ્તોના નિવેદનને આધારે આ મામલે 10 લોકો વિરૂધ્ધ શનિવારે જાદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ દરામલી ગામે છેલ્લા દોઢ મહિનાથી નાઈટ ક્રિકેટ ટૂનાર્મેન્ટ ચાલી રહી છે ત્યારે શુક્રવારે રાત્રે ભુવેલ અને તેજપુરાની ટીમો વચ્ચે ફાઈનલ હતી. આ દરમિયાન આસપાસના વિસ્તારોમાંથી અનેક લોકો મેચ જોવા આવ્યા હતા ફાઈનમાં 6 ઓવર પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડની બહાર દડો પહોંચી જતાં ભદ્રેસર ગામના કેટલાક યુવાનોએ બોલ લઈ લીધો હતો. જેના કારણે વિવાદ ઉભો થતાં 15 મિનિટ સુધી મેચને બંધ રાખી હતી ત્યારે કેટલાક પ્રેક્ષકો જતા રહયા હતા તે પછી મેચ શરૂ થઈ ત્યારે રાત્રે 11 વાગ્યાના સુમારે ભદ્રેસર ગામના વનરાજસિંહ વિનુસિંહ ઝાલા, કુલદિપસિંહ ઝાલા સહિત અન્ય કેટલાક યુવકો હાથમાં લાકડીઓ તથા મારક હથિયારો સાથે ધસી આવી બુમારાણ મચાવી દીધી હતી તે સમયે પ્રેક્ષક તરીકે બેઠેલા હાર્દિક બાબુભાઈ પટેલે દડો પાછો માંગવા બાબતે જણાવતા ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા લોકોએ ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. જેના લીધે ચાર જણાને ઈજા થતાં સારવાર માટે લઈ જવાયા હતા. ત્યારબાદ જાદર પોલીસે તપાસ કર્યા બાદ 10 લોકો વિરૂધ્ધ ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.