(GNS),16
છેલ્લા ઘણા સમયથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે, જેમાં ગાઝા પટ્ટી બરબાદ થયું છે. આ યુદ્ધની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર દુનિયાના ઘણા દેશોને થઈ છે, તેમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે. આ યુદ્ધને કારણે પાકિસ્તાનમાં આવનારૂ મોટું ઈન્વેસ્ટમેન્ટ અટકી ગયું છે. 70 અબજ ડોલરના આ રોકાણ અટકવાના કારણે પાકિસ્તાનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જોકે, પાકિસ્તાનને આશા છે કે તેને આ રોકાણ મોડું થશે તો પણ મળશે..
પાકિસ્તાનની સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન કાઉન્સિલના (SIFC) રાષ્ટ્રીય સંયોજક ડો. મોહમ્મદ જહાંઝેબ તરફથી આ અંગે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે પાકિસ્તાનમાં આવી રહેલા 70 અબજ ડોલરના રોકાણમાં વિલંબ થશે. આ ઈન્વેસ્ટમેન્ટ મિડલ ઈસ્ટમાંથી આવશે..
મિડલ ઈસ્ટના દેશોમાંથી આવતા રોકાણમાં મોડું થવા પર ડો. મુહમ્મદ જહાંઝેબ ખાને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને જવાબદાર ગણાવ્યું છે. તેમણે આગળ કહ્યું કે, મિડલ ઈસ્ટના દેશોએ તેમનું ધ્યાન ગાઝાની સ્થિતિ પર કેન્દ્રિત કર્યું છે. આ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોના સૂચિત રોકાણોની સમયરેખાને અસર કરી શકે છે..
જહાંઝેબે કહ્યું કે, SIFCની સ્થાપના GCC દેશોની ભલામણ પર કરવામાં આવી હતી. જેનો હેતુ રોકાણ પ્રક્રિયાઓને સરળ બનાવવાનો હતો. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે, IMF સાથેની બેઠકમાં SIFCની ભૂમિકા વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, તે સહાયક સંસ્થા તરીકે કામ કરે છે, જે વિવિધ મંત્રાલયોને બેકઅપ આપે છે..
ડો. મુહમ્મદ જહાંઝેબ આગળ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટર્સ પાકિસ્તાનના નિર્ણય પર નજર રાખી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું કે, વિદેશી રોકાણકારોને પાકિસ્તાનની ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસનો અભાવ છે, જેના કારણે તેઓ આંતરરાષ્ટ્રીય અદાલતોમાં અરજીઓ દાખલ કરે છે. મિડલ ઈસ્ટ સિવાય અન્ય દેશોમાંથી મળતા રોકાણને લઈને પણ મુશ્કેલી વધી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.