(GNS),19
ઈઝરાયેલ અને હમાસની વચ્ચે જંગ ચરમસીમા પર પહોંચ્યો છે. જેને લઈને હવે દેશમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આ મુદ્દાને લઈને દેશમાં રાજકારણ થઈ રહ્યું છે. તમામ પાર્ટીઓના નેતાઓ આ મુદ્દાને લઈ નિવેદનબાજી કરી રહ્યા છે. ત્યારે હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઈઝરાયેલ અને હમાસના યુદ્ધને લઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર પર નિશાનો સાધ્યો છે. બુધવારે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વિવાદ પર કહ્યું કે NCP પ્રમુખ શરદ પવારે આ મુદ્દા પર રાજકારણ કરવાની જગ્યાએ આતંકવાદની કડક શબ્દોમાં નિંદા કરવી જોઈએ. નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે આ ભીષણ યુદ્ધના સમયે વોટ બેન્કની રાજનીતિ કરવાથી દુર રહેવુ જોઈએ. સોશિયલ મીડિયા પર નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તે NCP પ્રમુખ શરદ પવારને અનુરોધ કરે છે કે તે આ સમયે વોટ બેન્કની રાજનીતિ વિશે ના વિચારે પણ આતંકવાદની કડક શબ્દોમાં નિંદા કરે..
નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું પૂર્વ સંરક્ષણ પ્રધાન શરદ પવારે કહ્યું હતું કે હમાસ- ઈઝરાયેલ યુદ્ધ પર વડાપ્રધાન મોદીના નિવેદન વિદેશ મંત્રાલય દ્વારા કરેલા વિચારોથી અલગ સ્થિતિ બતાવે છે. તેમને કહ્યું કે આ મુદ્દાને રાજનીતિથી દુર રાખવો જોઈએ. તેની સાથે જ નાયબ મુખ્યપ્રધાન ફડણવીસે કહ્યું કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદ પર ભારતે ક્યારેય પોતાનું વલણ બદલ્યુ નથી. તેની સાથે જ તેમને કહ્યું ભારત કોઈ પણ રીતે અને કોઈની પણ વિરૂદ્ધ આતંકવાદનો હંમેશા વિરોધ કરતુ રહ્યું છે અને અત્યારે પણ વિરોધ કરી રહ્યું છે. તેની સાથે જ ડેપ્યુટી સીએમએ પણ કહ્યું કે જ્યારે સમગ્ર વિશ્વએ ઈઝરાયેલમાં નિર્દોષ લોકોની હત્યાની નિંદા કરી અને ભારતે પણ નિંદા કરી તો શરદ પવારજીને પણ આતંકવાદની વિરૂદ્ધ તેની જ ભાષામાં જવાબ આપવો જોઈએ. તમને જણાવી દઈએ કે હાલમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેને લઈ સતત નિવેદનબાજી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના તમામ નેતા જ્યાં કોઈ ડર વગર ઈઝરાયેલનું સમર્થન કરી રહ્યા છે. ત્યાં કોંગ્રેસ અને AIMIM સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓના નેતા પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.