Home દુનિયા - WORLD ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા બોમ્બમારાને કારણે બંને વચ્ચેની દુશ્મની રોકવી મુશ્કેલ બની

ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા બોમ્બમારાને કારણે બંને વચ્ચેની દુશ્મની રોકવી મુશ્કેલ બની

37
0

ઈઝરાયેલના હુમલાને લઈને હમાસના નાયબ વડાએ કહ્યું,”જ્યાં સુધી યુદ્ધવિરામ નહીં થાય, ત્યાં સુધી ઇઝરાયેલ સાથે વધુ કેદીઓની આપ-લે કરવામાં આવશે નહીં”

(જી.એન.એસ),તા.૦૩

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ સાત દિવસીય યુદ્ધવિરામનો અંત આવ્યો છે. જે બાદ ફરી એકવાર યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈઝરાયેલે ગાઝા પર ઝડપી હુમલા કર્યા અને હમાસના ઘણા સ્થાનોને નષ્ટ કર્યા. બીજી તરફ બંને વચ્ચે મધ્યસ્થી કરનારા દેશોનું કહેવું છે કે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા બોમ્બમારાને કારણે બંને વચ્ચેની દુશ્મની રોકવી મુશ્કેલ બની ગઈ છે. દરમિયાન, હમાસના નાયબ વડા સાલેહ અલ-અરૌરીએ શનિવારે એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા કહ્યું કે જ્યાં સુધી ગાઝામાં યુદ્ધવિરામ નહીં થાય ત્યાં સુધી ઇઝરાયેલ સાથે વધુ કેદીઓની આપ-લે કરવામાં આવશે નહીં. અરૌરીએ જણાવ્યું હતું કે હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયેલી સૈનિકો અને નાગરિકો એવા માણસો હતા જેમણે અગાઉ ઇઝરાયેલી સેનામાં સેવા આપી હતી. તેણે સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી યુદ્ધવિરામ નહીં થાય અને તમામ પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેને મુક્ત કરવામાં આવશે નહીં. આ સાથે તેણે એમ પણ કહ્યું કે આ અંતિમ નિર્ણય છે અને તેમાં કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. ઇઝરાયેલની સેનાએ શુક્રવારે દક્ષિણ ગાઝા પટ્ટી પર બોમ્બમારો કર્યો, જેના કારણે ખાન યુનિસની ચારે બાજુ આગની જ્વાળાઓ ઉભરાવા લાગી. સર્વત્ર ધુમાડાના વાદળો દેખાતા હતા. ફરી એકવાર ચારેબાજુ તબાહીનું દ્રશ્ય દેખાતું હતું. લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

બીજી તરફ ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ માહિતી આપતા કહ્યું કે, ઈઝરાયેલની સેનાએ શુક્રવારે રાત્રે હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં લગભગ 184 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 589થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમની હાલત ગંભીર છે. હુમલામાં અનેક મકાનો ધરાશાયી થયા છે. દરમિયાન હમાસનું કહેવું છે કે યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઇઝરાયેલ સાથે કેદીઓની આપ-લે થશે નહીં. તે જ સમયે, ઇઝરાયેલ અને હમાસ બંનેએ યુદ્ધવિરામના અંત માટે એકબીજા પર દોષારોપણ કર્યું હતું. નોંધનીય છે કે યુદ્ધવિરામ 24 નવેમ્બરે શરૂ થયો હતો, ત્યારબાદ તેને બે વાર લંબાવવામાં આવ્યો હતો. દરમિયાન, હમાસે 110 બંધકોને મુક્ત કર્યા હતા, જેમાંથી 80 ઈઝરાયેલના અને બાકીના અન્ય દેશોના નાગરિકો હતા. તે જ સમયે, ઇઝરાયેલે 240 પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કર્યા હતા. તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ દક્ષિણ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં 1,200થી વધુ લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન હમાસના આતંકવાદીઓએ 240 ઈઝરાયેલ નાગરિકોને બંધક બનાવ્યા હતા. જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમને ગાઝામાં ટનલની અંદર રાખવામાં આવ્યા હતા. હમાસના હુમલા બાદથી ઈઝરાયેલ ગાઝામાં હમાસના ટાર્ગેટ પર સતત હુમલા કરી રહ્યું છે. ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે ઈઝરાયેલના બોમ્બમાળામાં અત્યાર સુધીમાં 15 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઇઝરાયેલના પીએમએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field