(જી.એન.એસ) તા. 29
બેરૂત,
ગયા વર્ષે નવેમ્બરમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ બાદ ઈઝરાયેલે લેબેનોનની રાજધાની બેરૂત પર ફરી મોટો હુમલો કર્યો છે. બેરૂતમાં એક મોટો વિસ્ફોટ સાંભળવામાં આવ્યો હતો અને ઇઝરાયલી દળોએ જ્યાં હુમલો કર્યો હતો તે વિસ્તારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. તે જ સમયે, ઇઝરાયેલી સેનાએ હવાઈ હુમલામાં દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓના મુખ્યાલયને ઉડાવી દીધું છે. આમાં ઘણા આતંકીઓ માર્યા જવાની પણ આશંકા છે.
ઇઝરાયેલ દ્વારા હિઝબુલ્લાહના સૈન્ય મથક પરનો આ હુમલો તાજેતરના કલાકોમાં કરવામાં આવ્યો છે, જેમાં ઇઝરાયેલની વાયુસેનાના ફાઇટર પ્લેન્સે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનના મુખ્ય મથક, તેના લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોન્ચર્સ અને આતંકવાદીઓને નષ્ટ કરી દીધા છે. હમાસ સાથે યુદ્ધવિરામ ભંગ થયા બાદ યુદ્ધે ફરી ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, “જો ઇઝરાયેલના નાગરિકોને શાંતિ નહીં મળે તો બેરૂતમાં પણ શાંતિ નહીં હોય.” ઈઝરાયલે એ પણ સ્પષ્ટ કર્યું કે તે ઉત્તરીય વિસ્તારોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વળતી કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.
હમાસ સાથે ઇઝરાયેલનો યુદ્ધવિરામ ભંગ થયા પછી, IDFએ ગાઝા પર ભીષણ હુમલો કર્યો. વિરોધમાં, હિઝબુલ્લાએ ફરીથી ઇઝરાયેલ પર રોકેટ છોડવાનું શરૂ કર્યું. આ પછી ઇઝરાયેલની સેના લેબનોનમાં હિઝબુલ્લાહની મહત્વની જગ્યાઓને નિશાન બનાવી રહી છે. IDF એ કહ્યું કે તે ઇઝરાયલ રાજ્યના નાગરિકો પરના કોઈપણ જોખમને દૂર કરવા માટે આ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.
ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલ હુમલા બાદ લેબનીઝ સરકારે તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે કારણ કે હુમલા પછી નાગરિકો ગભરાઈ ગયા હતા. લોકો પગપાળા અને વાહનોમાં દોડતા જોવા મળ્યા હતા. રાષ્ટ્રપતિ જોસેફ ઓઉને પેરિસથી એક નિવેદન જારી કરીને હુમલાની નિંદા કરી, તેને “ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન” ગણાવ્યું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.