Home દુનિયા - WORLD ઈઝરાયેલની સેનાએ ગાઝાના અલ નુસિરાતમાં એક શાળાને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો

ઈઝરાયેલની સેનાએ ગાઝાના અલ નુસિરાતમાં એક શાળાને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો

44
0

(જી.એન.એસ) તા. 7

ગાઝા,

ઈઝરાયેલની સેનાએ ફરી એક વાર ગાઝા પર ભયાનક હુમલો કર્યો છે જેમાં ગાઝાના અલ નુસિરાતમાં એક શાળાને નિશાન બનાવામાં આવી છે. આ હવાઈ હુમલામાં લગભગ 16 લોકોના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. ઈઝરાયેલની દલીલ છે કે તેણે આતંકવાદીઓને નિશાન બનાવ્યા છે. જ્યારે મોટાભાગની મહિલાઓ અને બાળકો તે શાળામાં આશરો લેતા હતા. શાળા સંપૂર્ણપણે કાટમાળ બની ગઈ છે. ત્યાં હાજર વાહનોના ટુકડા થઈ ગયા છે.પેલેસ્ટાઈન રેડ ક્રેસન્ટ સોસાયટીએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તમામ ઘાયલોને પેરામેડિકલ હોસ્પિટલમાં દાખલ બતાવવામાં આવી રહ્યા છે. મૃત્યુઆંક પણ વધી શકે છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે હુમલા બાદ તે એક નાગરિક શાળા હતી જેને નિશાન બનાવવામાં આવી હતી. તે લોકો માટે સલામત માનવામાં આવતું હતું.

આ હુમલા બાદ ઈઝરાયેલનું કહેવું છે કે તેણે આતંકીઓને નિશાન બનાવ્યા છે. ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલા ચાલુ છે. સમગ્ર વિશ્વમાં તેની સામે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. જોર્ડનની રાજધાની અમ્માન અને બ્રિટનની રાજધાની લંડનમાંથી પણ પ્રદર્શનની કેટલીક તસવીરો સામે આવી છે. ત્યાં હજારો લોકોએ ઈઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શન કર્યું, જેમાં લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતાઓએ પણ ભાગ લીધો. જોર્ડનની રાજધાની અમ્માનમાં પણ હજારો લોકોએ પ્રદર્શન કર્યું હતું. પોતાની સરકારને ઇઝરાયેલ સાથે વાડી અરબા કરાર રદ કરવાની માંગ કરી છે. આ સાથે શાકભાજી અને અન્ય માલસામાનની લાઈન બંધ કરવાની પણ માંગ કરવામાં આવી છે. બંધકોની મુક્તિ માટે શનિવારે ઈઝરાયેલના તેલ અવીવમાં પણ લોકો એકઠા થયા હતા અને વડાપ્રધાન નેતન્યાહુ વિરુદ્ધ ઉગ્ર દેખાવો કર્યા હતા.

ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર યુદ્ધવિરામની આશા વધી ગઈ છે. ઈઝરાયેલ બાદ હમાસે પણ અમેરિકન પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ પ્રસ્તાવ હેઠળ સીઝફાયર ત્રણ તબક્કામાં થશે. જે બંને પક્ષોને “વિલંબ વગર અને બિનશરતી” દરખાસ્તની શરતોનો અમલ કરવા વિનંતી કરે છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષને 9 મહિના થઈ ગયા છે, પરંતુ સ્થિતિ યથાવત્ છે. હંમેશની જેમ, સેંકડો લોકો તેલ અવીવમાં એકઠા થયા હતા. સરકાર સામે વિરોધ દર્શાવતા તેઓ બંધકોને મુક્ત કરવાની માંગ કરી રહ્યા હતા. તેઓ રસ્તા પર આગ લગાવીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને બળજબરીથી તેમના પર વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆગામી કેન્દ્રીય બજેટ 2024-25 માટે બજેટ પૂર્વેની પરામર્શ બેઠકોનું નવી દિલ્હીમાં સમાપન
Next articleપાલીતાણા તાલુકાના નાના રાજસ્થળી ગામમાં પાણી ભરેલા ખાડામાં બે બાળકો ડૂબી જવાથી મોત