(GNS),25
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 25 ઓક્ટોબરે 18મો દિવસ છે. બંને વચ્ચે યુદ્ધ હવે આક્રમક બન્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો નિર્દોષ લોકોના મોત થયા છે. તેની વચ્ચે અમેરિકાના બે નાગરિકોને છોડ્યા બાદ હમાસે ઈઝરાયેલના બે બંધકોને પણ છોડી દીધા. ત્યારબાદ પણ ગાઝા પર ઈઝરાયેલે એરસ્ટ્રાઈક કરી છે અને માત્ર 24 કલાકમાં ગાઝામાં 700 ફિલિસ્તાનીઓના મોત થયા છે. ગાઝામાં 400 ઠેકાણાઓને ઈઝરાયેલે નિશાન બનાવ્યા. ત્યારે બીજી તરફ IDFએ જણાવ્યું કે ઈઝરાયેલ સેનાના હુમલામાં ગાઝામાં 704 લોકોના મોત થયા. ઈઝરાયેલ તરફથી કરવામાં આવેલા બોમ્બમારામાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આ હુમલાના કારણે ગાઝામાં સ્વાસ્થ્યની સુવિધાઓ પ્રભાવિત થઈ છે, લાઈટ ના હોવાના કારણે ઘણી હોસ્પિટલોને બંધ કરવાનો વારો આવ્યો છે..
એક અહેવાલ મુજબ હમાસે 200થી વધારે લોકોને બંધક બનાવીને રાખ્યા છે. તેમાંથી 4 લોકોને છોડી દીધા છે, જેમાં બે ઈઝરાયેલી અને બે અમેરિકી નાગરિક છે. જણાવી દઈએ કે આ બંને શાંતિ કાર્યકર્તા હતી અને ગાઝાથી દર્દીઓના સારવાર માટે ઈઝરાયેલની હોસ્પિટલમાં દાખલ કરાવતી હતી. જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયુ હતું, હમાસે ઈઝરાયેલ પર અચાનકથી હુમલો કરી દીધો. ઈઝરાયેલે પણ હમાસ પર વળતો જવાબ આપતા કાર્યવાહી કરી, ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં અત્યાર સુધી 5791થી વધારે લોકોના મોત થયા છે. તેમાં 2300થી વધારે બાળકો છે. ત્યારે બીજીતરફ હમાસના હુમલામાં 1400થી વધારે લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.