IDFએ જણાવ્યું કે તેણે હમાસની લેબનોન શાખાના વડા ફતાહ શરીફને ખતમ કરી દીધો
(જી.એન.એસ),તા.01
ઈઝરાયેલ,
લેબનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલા ચાલુ છે. આ હુમલાઓમાં ઈઝરાયેલે હમાસની લેબનોન શાખાના કમાન્ડર ફતેહ શરીફને માર્યો હોવાનો દાવો કર્યો છે. ઈઝરાયેલની એરફોર્સે આ જાણકારી આપી છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સ (IDF)એ 30 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે તેણે હમાસની લેબનોન શાખાના વડા ફતાહ શરીફને ખતમ કરી દીધો છે. IDF એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ હુમલો વહેલી સવારે કરવામાં આવ્યો હતો. શરીફ આજે દક્ષિણ લેબનીઝ શહેર ટાયરમાં અલ-બાસ શરણાર્થી શિબિર પર હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. લેબનોનમાં આતંકવાદી પ્રવૃતિઓના સંકલન પર દેખરેખ રાખતો શરીફ માત્ર હમાસમાં મુખ્ય વ્યક્તિ જ નહોતો, પરંતુ તેણે હમાસને હિઝબુલ્લાહના ઓપરેટિવ્સ સાથે જોડવામાં પણ ભૂમિકા ભજવી હતી.
IDF અને ISA જણાવ્યું છે કે, ઇઝરાયલી નાગરિકો માટે ખતરો ઉભો કરનાર કોઈપણ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. ઈઝરાયેલનું માનવું છે કે શરીફની પ્રવૃત્તિઓ આંતકવાદીઓની ભરતી પ્રક્રિયાથી લઈને શસ્ત્રો મેળવવા સુધીની હતી. IDFએ જણાવ્યું હતું કે, શરીફે UNRWA (યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી) ના સભ્ય તરીકે બેવડી ભૂમિકા ભજવી હતી, જ્યાં તેણે લેબનોનમાં UNRWA શિક્ષક સંઘના વડા તરીકે પણ સેવા આપી હતી. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ પુષ્ટિ કરી છે કે હમાસના નેતા ફતાહ શરીફને લેબનોનમાં UNRWA દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે શરીફની રાજકીય ગતિવિધિઓની તપાસ કરવામાં આવી રહી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.