Home દુનિયા - WORLD ઈઝરાયલમાં હમાસને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા ઈમરજન્સી એકતા સરકાર બનાવી

ઈઝરાયલમાં હમાસને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા ઈમરજન્સી એકતા સરકાર બનાવી

22
0

(GNS),12

ઈઝરાયલ અને હમાસની વચ્ચે જંગ ચાલી રહ્યો છે. બંને તરફથી રોકેટનો વરસાદ થઈ રહ્યો છે. ચારેતરફ તબાહીના દ્રશ્યો જોવા મળે છે. આ દરમ્યાન સમાચાર મળી રહ્યા છે કે, ઈઝરાયલે હમાસને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા માટે ગાઝા પર હુમલો કરતા બુધવારે એક ઈમરજન્સી એકતા સરકાર બનાવી લીધી છે. સાથે ગીચ વસ્તીવાળા ફિલિસ્તીની વિસ્તારના ઉત્તરમાં સેના તહેનાત કરી દીધી છે. સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર જો માની લઇએ તો, હમાસના સભ્યોએ કહ્યું કે, સરહદ પારથી થઈ રહેલા હુમલા બાદ પણ લડી રહ્યા છે. બેની ગેંટ્ઝની નેશનલ યૂનિટી પાર્ટીના એક સંયુક્ત નિવેદનમાં કહેવાયું છે કે, પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂ, પૂર્વ રક્ષામંત્રી અને મધ્યમાર્ગી વિપક્ષી દળના નેતા બેની ગેંટ્ઝ સાથે એક યુદ્ધ કેબિનેટ બનાવી અને સંપૂર્ણપણે યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરવા સહમતિ દર્શાવી છે…

તો બીજી બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને હમાસના અસંખ્ય આતંકવાદીઓ દ્વારા દક્ષિણી ઈઝરાયલની વસ્તીવાળા વિસ્તાર પર આશ્ચર્યજનક રીતે હુમલાની ટિકા કરી અને તેને દુષ્ટ ગણાવ્યું અને પોતાના ઈરાની સમર્થકોના ઉદ્દેશ્યમાંથી એક ચેતવણી જાહેર કરી. આપને જણાવી દઈએ કે, શનિવારે ગાઝાથી અડીને આવેલી સરહદની વાડને તોડ્યા બાદ હમાસના આતંકીઓ દ્વારા કલાકો સુધી કરવામાં આવેલી હિંસાના કારણે મોતની સંખ્યા વધીને 1200 થઈ ગઈ અને 2700થી વધારે ઘાયલ છે. આ જૂથની સશસ્ત્ર શાખા, અલ કસમ બ્રિગેડે કહ્યું કે, તે બુધવારના રોજ પણ ઈઝરાયલની અંદર લડી રહ્યા છે. ઈઝરાયલે ગાઝાની ઉત્તરમાં ટેન્ક અને બખ્તરબંધ વાહન તૈનાત કર્યા છે. ત્યાં ઘર્ષણ થયું હોવાની સૂચના મળી હતી. પણ હમાસના દાવા પર તાત્કાલિક કોઈ ટિપ્પણી આવી નહીં. ફિલિસ્તીની અધિકારીઓનું કહેવું છે કે, અવરુદ્ધ ક્ષેત્ર પર જવાબી હુમલામાં 1055 લોકો માર્યા ગયા છે અને 5184 ઘાયલ થયા છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે, મરનારા લોકોમાં ફિલિસ્તીની શરણાર્થી એજન્સી માટે કામ કરનારા નવસો કર્મચારી પણ સામેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફોર્બ્સ એશિયાએ ભારતના 100 સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરી
Next articleઈઝરાયલના એરપોર્ટ પર હુમલો, 3600થી વધુના મોત, ગાઝાપટ્ટીમાં અંધારપટ છવાયો