(GNS),03
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધું છે, હમાસના સ્થાનોને સતત નષ્ટ કરી ભારે તબાહી મચાવી દીધી છે, પરંતુ હમાસના કબજામાંથી બંધકોને મુક્ત કરવામાં વધુ સફળતા મળી નથી. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે એ બંધક બનાવાયેલ 240 લોકો ગયા ક્યાં? હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન હમાસના આતંકવાદીઓએ લગભગ 240 લોકોને બંધક બનાવ્યા હતા. આ બંધકોમાં અન્ય દેશોના નાગરિકો પણ સામેલ હતા. ત્યારે અત્યાર સુધી 25 દિવસ થઈ ગયા તે બાદ પણ કોઇ પત્તો લાગ્યો નથી..
ખાસ વાત એ છે કે માત્ર ઈઝરાયલ જ નહીં પરંતુ અમેરિકા પણ આ બંધકો વિશે કોઈ માહિતી મેળવી શક્યું નથી. બંધકોને શોધવા માટે હજારો ઇઝરાયેલ સૈનિકો હાલમાં ગાઝાની જમીન પર હાજર છે. ઈઝરાયેલના સૈનિકો ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશનમાં રોકાયેલા છે. આ સિવાય મોસાદ અને સિનબેટની શ્રેષ્ઠ ટીમો ગુપ્ત માહિતી એકત્ર કરી રહી છે. IDF જમીન પર વધુને વધુ ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. દરેક સંભવિત જગ્યાએ બંધકોની શોધ ચાલી રહી છે. ઈઝરાયેલ અને ગાઝા બોર્ડર પર ઘણા કમાન્ડ સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ બંધકનો કોઈ પત્તો મળ્યો નથી. અમેરિકન સ્પેશિયલ ફોર્સ અને તેમના સ્પેશિયલ ઓફિસર્સ પણ ઈઝરાયેલ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે. દરેક નેટવર્ક અને કોમ્યુનિકેશન પર નજર રાખવામાં આવી રહી છે..
માત્ર એક નહીં પરંતુ પાંચ દેશોનું ગુપ્તચર નેટવર્ક ફાઈવ આઈઝ પણ તેના સંપર્કોનો ઉપયોગ કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈઝરાયેલમાં જેલમાં બંધ હમાસના લોકોની પણ સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. હમાસના નેતાઓ હોય કે તેમના કમાન્ડરો અને લડવૈયાઓ, ઇઝરાયેલની એજન્સીઓ દરેકના ફોન અને અન્ય માહિતીને સ્કેન કરવામાં વ્યસ્ત છે. ઈઝરાયેલને પડોશી દેશો ઈજિપ્ત, જોર્ડન અને કતાર તરફથી પણ કોઈ સમાચાર નથી મળી રહ્યા. હમાસમાંથી પાછા ફરેલા ચાર બંધકો અને એક ઇઝરાયેલી મહિલા સૈનિકને ઘણી વખત ડી-બ્રીફ કરવામાં આવ્યા છે, જેથી કેટલીક નક્કર માહિતી મેળવી શકાય. ગાઝામાં હાજર યુએનના સંગઠનો લોકો સાથે વાત કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બંધકોને ક્યાં રાખવામાં આવ્યા છે તેમ છત્તા હજુ કોઈ અતો પતો મળ્યો નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.