(GNS),12
ઈઝરાયલ અને ચરમપંથી સંગઠન હમાસની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 3600થી વધારે લોકો માર્યા ગયા છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે, તેણે હમાસના ગાઝા સીમા વિસ્તાર પરથી કંટ્રોલ છીનવી લીધો છે. આપને જણાવી દઈએ કે, 75 વર્ષના ઈતિહાસમાં સૌથી ભીષણ હુમલો ઈઝરાયલમાં 1000થી વધારે લોકો માર્યા છે. જ્યારે ગાઝામાં 900 લોકો મર્યા છે. મંગળવારે ઈઝરાયલી સેનાએ ગાઝાના સરહદી વિસ્તાર પાસેથી 1500 આંતકીઓની લાશ જપ્ત કરી હોવાનો દાવો કર્યો છે. હમાસે ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ટાર્ગેટ સાધતા રોકેટ છોડી હતી. જે બાદ એરપોર્ટમાં કેટલીય ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે..
બીજી બાજુ ઈઝરાયલી હુમલામાં ગાઝાના કેટલાય વિસ્તારો ધ્વસ્ત થઈ ગયા છે. તેના કારણે અનેક વિસ્તારમાં બ્લેકઆઉટ થઈ ગયું છે. ગાઝા પટ્ટીમાં ફિલિસ્તીનીયોએ પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છે. રિપોર્ટ્સ, હોસ્પિટલોમાં અંધારપટ છવાયો છે. વીજળી સપ્લાઈ ઠપ થઈ ગયો છે. હવાઈ હુમલામાં નાના તટીય વિસ્તારના બ્લોક વિસ્તાર કાટમાળમાં દટાઈ ગયા છે. જેમાં કેટલાય અજાણ્યા લોકોની લાશો દટાઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, ઈઝરાયલના લગભગ 150 લોકોને હમાસના આતંકીઓએ બંધક બનાવી રાખ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.