Home દુનિયા - WORLD ઈંગ્લેન્ડમાં ચોરોએ 1 મીનીટમાં 7 કરોડની 5 લગ્ઝરી કારોની ચોરી કરી, પોલીસ...

ઈંગ્લેન્ડમાં ચોરોએ 1 મીનીટમાં 7 કરોડની 5 લગ્ઝરી કારોની ચોરી કરી, પોલીસ પણ ચોકી ગઈ

39
0

તમે ફિલ્મમાં તો ખુબ કારની ચોરી થતા જોઈ હશે, જેમાં ચોર અલગ-અલગ અંદાજમાં હાઈટેક ચોરી કરે છે, પરંતુ આજે અમે એવો વીડિયો બતાવી રહ્યાં છીએ. જેને જોઈને તમે વિચારશે કે આ જરૂર કોઈ પિક્ચરનો સીન છે કારણ કે ચોરોએ માત્ર 60 સેકેન્ડમાં 7 કરોડ રૂપિયાથી વધુ કિંમતની કારોની ચોરી કરી છે. આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ વીડિયો જોઈને પોલીસ પણ ચોકી ગઈ છે.

આ ચોરોએ એટલી શાતિર રીતે કારની ચોરી કરી કે હજુ સુધી પોલીસને કોઈ પૂરાવા મળ્યા નથી. તમે પણ જુઓ આ વીડિયો… માત્ર 60 સેકેન્ડમાં ચોર પાંચ લગ્ઝરી કારને ઉપાડી જતા રહે છે. આ મામલો ઈંગ્લેન્ડના એસેક્સ કાઉન્ટીનો છે. જ્યાં ચોરોએ રાત્રે માત્ર ગણતરીની સેકેન્ડમાં ચોરી કરી છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ પાંચ કારની કિંમત 7 કરોડથી વધુ જણાવવામાં આવી રહી છે.

ઈંગ્લેન્ડના એસેક્સ કાઉન્ટીમાં થુરાંક બોરોની પાસે બુલફાન ગામમાં બ્રેટવુડ રોડ પર સ્થિત એક કેમ્પસમાં ચોર પહોંચ્યા હતા. તેમણે પહેલા બે પોર્શ કાર અને એક મર્સિડીઝ મેબેક સહિત કુલ પાંચ કારોને કેમ્પસમાંથી બહાર કાઢી હતી. તેમાંથી એક ચોરે ગેટ ખોલ્યો અને બાકી ચોરોએ એક બાદ એક કાર બહાર કાઢી હતી. પોલીસે આ બદમાશોને પકડવા માટે ભારે જહેમત ઉઠાવી છે. સ્થાનિક પોલીસે હવે ત્યાંના લોકો પાસેથી મદદ માંગી છે.

ઈંગ્લેન્ડમાં થયેલી આ ચોરીએ જનતા અને અધિકારીઓને ચોંકાવી દીધા છે. પોલીસે પોતે આ ઘટનાનો વીડિયો વાયરલ કર્યો છે અને લોકોને વિનંતી કરી છે કે તેઓ જે પણ માહિતી હોય તે પોલીસ સાથે શેર કરે. એસેક્સ પોલીસ કાર અને ચોરોને શોધી રહી છે. તે જ સમયે, પોલીસ મર્સિડીઝ મેબેક કારને રિકવર કરવામાં સફળ રહી છે. ચોરીની મામલાના નિષ્ણાંતોએ પોલીસને જણાવ્યું કે ચોરોએ કેમ્પસમાં જવા માટે પહેલા સામેવાળા ગેટનો એક બોલ્ટ કાપી નાખ્યો અને પછી ત્યાં ઘુસીને ઘટનાને અંજામ આપ્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રિટને હિન્દુઓનું જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવવાના આરોપી PAK મૌલાનાને આપ્યો ઝટકો
Next articleયુક્રેનનાં વિદેશમંત્રીની વાત પર ભારતીય વિદેશમંત્રી જયશંકરે જવાબ આપ્યો