Home રમત-ગમત Sports ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક 25 જાન્યુઆરીથી ભારત સામેની ટેસ્ટ સીરિઝથી બહાર...

ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક 25 જાન્યુઆરીથી ભારત સામેની ટેસ્ટ સીરિઝથી બહાર થયો

29
0

(જી.એન.એસ),તા.૨૧

ભારત સામે 25 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી 5 ટેસ્ટ મેચની શ્રેણી પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક ભારત સામેની ટેસ્ટ સીરિઝનો ભાગ નહીં બને. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એક નિવેદન દ્વારા જણાવ્યું છે કે હેરી બ્રુક અંગત કારણોસર ઈંગ્લેન્ડ પરત ફરી રહ્યો છે અને તે ટેસ્ટ સીરિઝ રમવા માટે ફરીથી ભારત નહીં આવે. ECB દ્વારા હજુ સુધી હેરી બ્રુકના સ્થાનની જાહેરાત કરવામાં આવી નથી. જોકે, બ્રુકની ગેરહાજરીને કારણે ઈંગ્લેન્ડની બેઝબોલ સ્ટાઈલને ઘણી અસર થવા જઈ રહી છે.  

ECBએ જણાવ્યું કે, “હેરી બ્રુક અંગત કારણોસર તાત્કાલિક અસરથી ઈંગ્લેન્ડ પરત ફરી રહ્યો છે અને અંગત કારણોસર તે ભારત પ્રવાસ પર ટીમનો ભાગ નહીં હોય.” બ્રુકના પરિવારે આ મુશ્કેલ સમયમાં ગોપનીયતા માટે અપીલ કરી છે. અમે ઈચ્છીએ છીએ કે બ્રુકના પરિવારની ગોપનીયતાનું ધ્યાન રાખવામાં આવે અને તેમની ખાનગી જગ્યામાં દખલ ન થવી જોઈએ. બ્રુકની બદલીની જાહેરાત ECB દ્વારા કરવામાં આવશે.

હેરી બ્રુક ઈંગ્લેન્ડના મિડલ ઓર્ડરના સૌથી ખતરનાક ખેલાડીઓમાંથી એક છે.   ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂથી બ્રુક સતત ચર્ચાનો વિષય રહ્યો છે અને તેને ક્રિકેટની દુનિયામાં આગામી સૌથી મોટા સ્ટાર તરીકે જોવામાં આવી રહ્યો છે.  અત્યાર સુધી બ્રુકે 12 ટેસ્ટ મેચ રમીને 1181 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન બ્રુકની સરેરાશ 62.16 રહી છે. એટલું જ નહીં, બ્રુકે ટેસ્ટ ક્રિકેટમાં 4 સદી અને 7 અડધી સદી પણ ફટકારી છે.હેરી બ્રુકને આઈપીએલની 17મી સીઝન માટે દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનોરા ફતેહી ડીપફેકનો શિકાર બની, વીડિયો વાયુવેગે વાયરલ
Next articleખેલાડી KS ભરતએ ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા A તરફથી રમીને સદી કરી