Home ગુજરાત ઇસરોના વૈજ્ઞાનિકોને સલામ: તમે અસફળ નહીં પણ સફળ જ છો..

ઇસરોના વૈજ્ઞાનિકોને સલામ: તમે અસફળ નહીં પણ સફળ જ છો..

429
0

(જી.એન.એસ,કાર્તિક જાની)તા.૦૭
દેશની વિકાસ યાત્રામાં એક સોનાના મણકાની જેમ જોડાનાર ભારત દેશનું મહત્વનું મૂન મિશન ચંદ્રયાન 2 આમ તો સફળ રહ્યું છે. ભારતના આ ચંદ્રયાન 2 મિશન પર ભારત સહિત આખી દુનિયા મીટ માંડીને બેઠી હતી. પણ ચંદ્રયાન 2 નું “લેન્ડર વિક્રમ” ચંદ્ર ની ધરતીથી માત્ર 2 કિલો મીટરના અંતરે ઈસરોનો સંપર્ક તૂટી ગયો જેનાથી ભારત દેશ સહિત ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ નિરાશ થઇ ગઈ. ત્યાં હાજર દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી મોદીએ આ સમયે પણ કમાન સંંભાળી લીધી અને તેમને વૈજ્ઞાનિકોને દિલાસો આપ્યો કે વૈજ્ઞાનિક માટે નિષ્ફળતા ક્યારેય હોતી નથી તેના માટે હંમેશા નવો પ્રયોગ જ હોય છે. અને આ મહત્વના મિશન માટે ઈસરો વૈજ્ઞાનિકોની ટીમે કરેલું કામ લાજવાબ છે. ભારત સહિત વિદેશથી પણ ઈસરોને તેની આ સિદ્ધિ માટે શુભકામનાઓ મળી રહી છે. ભારત દેશનો દરેક નાગરિક આજે એક જ વાત કરી રહ્યો છે કે ઈસરો ની કામગીરી નિષ્ફળ નહીં પણ સફળ થઇ છે.
ભારત દેશ સતત વિકાસની આગે કુચ કરી રહ્યું છે. ભારત દેશના લોકોને આજે ગર્વ છે કે દેશમાં એવા વૈજ્ઞાનિકો છે જે અશક્યને પણ શક્ય કરી શકે એમ છે. ભારત દેશના વૈજ્ઞાનિકોની સાહસ બુદ્ધિ અને સિદ્ધિ જોઈ બીજા દેશો પણ સ્તબ્ધ થઈ ગયા છે જે બીજા કોઈ દેશ વિચારી પણ ના શકે એ ભારત દેશના વૈજ્ઞાનિકોએ કરી બતાવ્યું. દરેક સમયે સફળતા મળે એ જરૂરી નથી પરંતુ દેશના વૈજ્ઞાનિકોએ જે કાર્ય કર્યું છે તેને જેટલી સલામ અને વખાણ કરીએ એટલા ઓછા છે. ચંદ્રયાન 2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરે તેની અમુક સેકન્ડ પહેલા જ સંપર્ક તૂટી ગયો હતો.ભારત સિવાયના કોઈ દેશના વૈજ્ઞાનિકોએ ચંદ્રના પાછળના દક્ષિણ ધ્રુવે યાન ઉતાર્યું હોય એવું પ્રથમ ભારતે જ સાહસ કરી ચંદ્ર થી 2.1 કી.મી.પોહચી સંપર્ક તૂટી ગયો હતો.આજે દેશની તમામ જનતાને ભારતના વૈજ્ઞાનિકો ઉપર ગર્વ છે.સાથે જ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ ગર્વ કરવાની વાત છે કેમ કે જ્યારે યાનનો સંપર્ક તૂટી ગયો ત્યારે આપણા વડાપ્રધાન ઈસરો ખાતે પોહચી વૈજ્ઞાનિકોનો આત્મવિશ્વાસ વધારી વૈજ્ઞાનિકોની કામગીરીને બિરદાવી હતી.અને કહ્યું હતું કે આપડે અસફળ નહીં પરંતું સફળ જ છીએ આજ નહીં તો કાલ આપડે જરૂર સફળ થઈશું.પી.એમએ કહ્યું કે દરેક સંઘર્ષ દરેક મુશ્કેલી આપણને કંઈક નવું શીખવાડે છે. આજે દેશના તમામ નાગરિકોને દેશના વડાપ્રધાન ઉપર પણ ગર્વ છે. કેમ કે જે રીતે ઇસરોના વૈજ્ઞાનિકોને આત્મવિશ્વસ,અને જુસ્સો, વધાર્યો તે ખરેખર લાજવાબ હતો.જે રીતે ભારતના વૈજ્ઞાનિકોએ બહાદુરી પૂર્વક તેમજ સાહસથી કામ કર્યું છે તે ખૂબ લાજવાબ છે.અને આજે દેશના દરેક નાગરિકને બહાદુર વૈજ્ઞાનિકો ઉપર વિશ્વાસ છે કે એક દિવસ આ વૈજ્ઞાનિકો કોઈ એવું કામ કરી બતાવશે કે જે કોઈ દેશે વિચાર્યું પણ નહીં હોય કેમ કે જે યાન આજે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનું નક્કી કર્યું હતું પણ તે કોઈ કારણથી સફળ નથી બન્યું પરતું દેશ માટે એક ગર્વની વાત છે અને આજે દેશના દરેક નાગરિકો વૈજ્ઞાનિકોના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. કોશિશ કારને વાલો કી કભી હાર નહીં હોતી..જય હિન્દ…

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાઘાણીની પ્રદેશ પ્રમુખ તરીકે વિદાય નિશ્ચિત…?,આઇ.કે.જાડેજાને સોંપાશે કમાન…??
Next articleઢબુડી ઉર્ફે ઢોંગી ધનજીને ભાજપ સરકારના આશીર્વાદ..? શું કોઇ મોટી ઘટનાની રાહ જોવાઇ રહી છે..?