મારી દિકરીના હૃદયમાં કાણું છે સાહેબ, મારી નર્સરી ના હટાવો, દિકરી મરી જશે
અમદાવાદ શહેર પોલીસ દ્વારા પ્રશંસાપત્ર અપાયું
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી કહ્યું,” માનવતાનું હોય કામ, ત્યારે ઈશ્વર અને ગુજરાત પોલીસ કાયમ આપે સાથ !
(જી.એન.એસ),તા.૦૯
અમદાવાદ,
અમદાવાદ શહેર પોલીસે “સેવા, સુરક્ષા અને શાંતિના” સૂત્રને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે. શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ તરીકે ફરજ બજાવતા આકાશ વાઘેલાએ ગરીબ ઘરની દીકરીના સારવારની ચિંતા કરી સફળતાપૂર્વક ઓપરેશન કરાવીને બાળકીને નવું જીવન આપ્યુ છે. અમદાવાદ શહેર પોલીસે “સેવા, સુરક્ષા અને શાંતિના” સૂત્રને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે. શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન ના PSI તરીકે ફરજ બજાવતા આકાશ વાઘેલાએ ગરીબ ઘરની દીકરીના સારવારની ચિંતા કરી સફળતાપૂર્વક ઓપરેશન કરાવીને બાળકીને નવું જીવન આપ્યુ છે. આ કિસ્સામાં ઇસનપુર ના PSI આકાશ વાઘેલા ઘોડાસર વિસ્તારમાં પોલીસ ચોકીમાં psi તરીકે કાર્યરત હતા. ત્યારે તેમના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આવકાર હોલ ચાર રસ્તા પર ટ્રાફિકના કારણે દબાણ થતું હોવાથી ફેરિયાઓ સાથે મળીને પોતાની ફરજ પર હતા. આ દરમિયાન ઘોડાસર પાસે આવેલ એક નર્સરી ચલાવતા મુકેશ કુશહવા નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા.
પીએસઆઇ વાઘેલાએ મુકેશ કુશહવા અને રસ્તા પર ટ્રાફિક થતો હોવાથી નર્સરી હટાવી લેવા માટે આગ્રહ કર્યો. તેથી મુકેશકુમાર એ કહ્યું કે જો તેઓ નર્સરી હટાવી દેશે તો તેમના ઘરના ગુજરાનની સાથે તેમની દીકરીને બચાવી નહીં શકે ! કેમ કે સાત વર્ષની અંજુ નામની દીકરીને હૃદયમાં કાણું હોવાના કારણે તેની સારવાર ચાલી રહી છે. આ સાંભળતા જ પીએસઆઇ આકાશ વાઘેલાએ તેમની દીકરીની સારવારની ફાઈલ મંગાવી બીમારી વિશે જાણવાનો પ્રયાસ કર્યો. જે વાત પીએસઆઇએ અંજુ નામની બાળકીની સારવાર કરવાનો બિડુ ઝડપી લીધું. જે માટે તેમને પ્રથમ તેમના ડોક્ટર મિત્રોને સંપર્ક કરી રોગની ગંભીરતા અને જાણવાનો પ્રયાસ કર્યો અને યુએન મહેતા હોસ્પિટલના ડોક્ટરો સાથે મળીને હૃદયમાં કાણા બાબતે તેનો ઈલાજ કરાવવા ની શરૂઆત કરી. આ દરમિયાન આ બાળકી નું સફળતા ઓપરેશન થયું અને હાલ તેની તબિયત સુધારા પણ છે. પીએસઆઈ વાઘેલાનું કહેવું છે કે તમને પણ એક બાળક છે અને પિતા તરીકે નર્સરી સંચાલકની વ્યથા સમજી શક્યા, જેથી આ બાળકી નો ઈલાજ શક્ય બન્યો. પોલીસ અધિકારી તરીકેના કાર્યને પ્રશંસા મળી રહી છે. ત્યારે બાળકીને હોસ્પીટલથી રજા મળી જતાં PSI તેમના ઘરે પણ બાળકીની તબિયત પુછવા અવારનવાર જાય છે.
બોક્સ
માનવતાનું હોય કામ, ત્યારે ઈશ્વર અને ગુજરાત પોલીસ કાયમ આપે સાથ ! : હર્ષ સંઘવી
કહેવાય છે માનવતાના નાતે કરાયેલ સેવા કાર્યમાં ઈશ્વર પણ સહાય કરતા હોય છે. આ વાત અમદાવાદના ઈસનપુર પોલીસના નિમિત્તે સાર્થક થઈ છે. રસ્તા પર વસ્તુ વેંચતા ફેરિયાની ૭ વર્ષની દીકરીના હૃદયના નિદાનથી લઈને ઓપરેશનની જવાબદારી ઈસનપુર પોલીસના કર્મીઓ દ્વારા ઉઠાવીને બાળકીને નવજીવન આપવામાં આવ્યું છે. માનવતાના આવા ઉમદા કાર્યને ઉપાડીને દીકરીને નવું જીવન આપવા નિમિત્ત બનવા બદલ ઈસનપુર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન.
બોક્સ
અમદાવાદ શહેર પોલીસ દ્વારા પ્રશંસાપત્ર અપાયું
PSI આકાશ વાઘેલાએ એક ૭ વર્ષની ગરીબ બાળકીના હ્રદયમાં પડેલ છીદ્રની સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરાવી, સારવાર ઉપલબ્ધ કરાવી, નિષ્ણાત ડોકટર પાસે ઓપરેશન કરાવી તેને દર્દમુક્ત કરાવવા માટેની પ્રશંસનીય કામગીરી કરેલ છે. તેમના હ્રદયમાં સામાન્ય વર્ગના લોકોના શારીરીક દર્દ અને આર્થિક મુશ્કેલીને દુર કરવા માટેની અનુકંપાની ભાવનાને બિરદાવવામાં બદલ આ પ્રશંસાપત્ર આપવામાં આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.