Home દુનિયા - WORLD ઇરાકના અરબિલમાં યુએસ કોન્સ્યુલેટ પાસે અનેક વિસ્ફોટ, ૪ લોકોના મોત

ઇરાકના અરબિલમાં યુએસ કોન્સ્યુલેટ પાસે અનેક વિસ્ફોટ, ૪ લોકોના મોત

39
0

(જી.એન.એસ),તા.૧૬

ઇરાકના અરબિલમાં યુએસ કોન્સ્યુલેટ પાસે અનેક વિસ્ફોટ થયા છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGS) એ આ વિસ્ફોટોની જવાબદારી લીધી છે. IRGS એ કહ્યું કે તે બેલેસ્ટિક મિસાઇલો વડે પ્રદેશના કેટલાક ભાગોમાં જાસૂસી હેડક્વાર્ટર અને ઈરાની વિરોધી આતંકવાદી જૂથોને નિશાન બનાવી રહ્યું છે. ખાનગી ન્યુઝ પોર્ટલે ઈરાકી સુરક્ષા સ્ત્રોતને દ્વારા અહેવાલ આપ્યો છે કે આઈઆરજીએસ દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટોમાં ચાર લોકો માર્યા ગયા છે. ઇરાકી સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે ગઠબંધન અથવા અમેરિકી સેનામાંથી કોઈ પણ એરબિલમાં બોમ્બ ધડાકામાં માર્યા ગયા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઠબંધન દળોએ ઈરાકના એરબિલ એરપોર્ટ નજીક ત્રણ ડ્રોનને તોડી પાડ્યા હતા. ખાનગી ન્યુઝ પોર્ટલ દ્વારા ઈરાકી સુરક્ષા સ્ત્રોતને દ્વારા અહેવાલ આપ્યો છે કે એરબિલમાં એર ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બોમ્બ વિસ્ફોટ અત્યંત હિંસક હતો. યુએસ કોન્સ્યુલેટની નજીકના આઠ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.  

મીડિયા અહેવાલો અનુસાર, બે અમેરિકન અધિકારીઓએ ખાનગી ન્યુઝ પોર્ટલને જણાવ્યું હતું કે આ હુમલાઓથી અમેરિકન સુવિધાઓને અસર થઈ નથી. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જૂથ હમાસ વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી તે સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ ગઈ છે. જેમાં ઈરાનના સહયોગી દેશ લેબનોન, સીરિયા, ઈરાક અને યમન વતી પણ યુદ્ધમાં ઉતરી રહ્યા છે. ઈરાન ઈઝરાયેલ સાથેના યુદ્ધમાં હમાસને સમર્થન આપે છે અને અમેરિકા પર ગાઝામાં ઈઝરાયેલને સમર્થન આપવાનો આરોપ પણ લગાવે છે. તે જ સમયે, અમેરિકાએ માર્યા ગયેલા પેલેસ્ટિનિયન નાગરિકોની સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી હતી. કુર્દિસ્તાન સરકારની સુરક્ષા પરિષદે એક નિવેદનમાં આ હુમલાને અપરાધ ગણાવતા કહ્યું કે અરબીલ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા ચાર નાગરિકો માર્યા ગયા અને છ ઘાયલ થયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleસનાતન ધર્મના અપમાનના મામલામાં ઉદયનિધિ સ્ટાલિનને કોર્ટે સમન્સ મોકલ્યું