Home દેશ - NATIONAL ઇન્ફ્રા કંપનીને RAILWAY અને NHAI તરફથી મોટા ઓર્ડર મળ્યો

ઇન્ફ્રા કંપનીને RAILWAY અને NHAI તરફથી મોટા ઓર્ડર મળ્યો

24
0

(જી.એન.એસ),તા.૧૯

મુંબઈ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની GPT ઈન્ફ્રા પ્રોજેક્ટ્સને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને ઈસ્ટર્ન રેલવે તરફથી બે મોટા ઓર્ડર મળ્યા છે. બજાર બંધ થયા બાદ સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે આ બંને ક્લાયન્ટ દ્વારા પહેલાથી જ મળેલા ઓર્ડરનું વિસ્તરણ છે. કોન્ટ્રાક્ટમાં કુલ વધારો રૂપિયા 103 કરોડે પહોંચ્યો છે. રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર કંપનીની બાકી ઓર્ડર બુક હવે રૂપિયા 3,775 કરોડ છે. GPT ઇન્ફ્રાપ્રોજેક્ટ્સે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ રૂ. 803 કરોડના ઓર્ડર મળ્યા છે. કંપનીને અગાઉ જૂનમાં રૂ. 547 કરોડનો ઓર્ડર મળ્યો હતો. આ સિવાય એપ્રિલમાં મુંબઈ સેન્ટ્રલ રેલવે તરફથી 487 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટ્રાન્સનેટ ફ્રેટ રેલવે તરફથી 26 કરોડ રૂપિયાનો ઓર્ડર પણ મળ્યો હતો. આ ઓર્ડર હેઠળ GPT ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ કંપની લેડીસ્મિથ ફેક્ટરીમાંથી કોંક્રિટ સ્લીપર સપ્લાય કરવાની હતી.

ગુરુવારે ટ્રેડિંગ સેશન દરમિયાન BSE પર GPT ઇન્ફ્રાપ્રોજેક્ટ્સનો શેર 4.98 ટકાના જંગી ઘટાડા સાથે રૂ. 171.75 પર બંધ થયો હતો. NSE પર GPT ઈન્ફ્રાનો શેર 9 પોઈન્ટના સુધારા સાથે રૂ. 171.60 પર બંધ રહ્યો હતો. કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 204 અને 52 સપ્તાહની નીચી રૂ. 35.40 છે. GPT ઇન્ફ્રાના શેરે છેલ્લા છ મહિનામાં 99.12 ટકા અને એક વર્ષમાં 371.69 ટકા વળતર આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ બે હજાર કરોડ રૂપિયા છે. GPT ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ એ GPT ગ્રુપની ફ્લેગશિપ કંપની છે, જે કોલકાતા સ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. કંપની ખાસ કરીને રેલ્વે અને રોડ માટેના સરકારી કોન્ટ્રાક્ટ માટે મોટા પુલ, રેલ્વે ઓવર બ્રિજીસ (ORB) સાથે સંકળાયેલી છે. આ સિવાય કંપની કોંક્રિટ સ્લીપર બનાવે છે અને સપ્લાય કરે છે. તેઓ ભારત અને આફ્રિકામાં રેલ્વે માટે વપરાય છે. GPTના ઉત્પાદન એકમો પનાગઢ (પશ્ચિમ બંગાળ), લેડીસ્મિથ (દક્ષિણ આફ્રિકા), ત્સુમેબ (નામિબિયા) અને આશિમ (ઘાના)માં સ્થિત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાંગ્લાદેશમાં અનામત મુદ્દે હિંસા; અત્યાર સુધીમાં 39 લોકોના મોત
Next article‘મેક ઈન ઈન્ડિયા’એ મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારતને મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસમાં બદલી નાખ્યુ