Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઈટની સેવાઓ ખોરવાઈ; મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ...

ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઈટની સેવાઓ ખોરવાઈ; મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ પડ્યા

39
0

દિલ્હી-એનસીઆરમાં ભયંકર આંધી અને તોફાનના કારણે મોટા ભાગની ફ્લાઇટો મોડી

(જી.એન.એસ) તા. 12

નવી દિલ્હી,

ઉત્તર ભારતમાં ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ છે, જેના કારણે દિલ્હી એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોમાં ગુસ્સો ફેલાયો છે. દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં ભયંકર આંધી અને તોફાનના કારણે દિલ્હી એરપોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. આંધી- તોફાનના કારણે IGI એરપોર્ટ પર હવાઈ સેવાઓ લગભગ ઠપ્પ થઈ ગઈ હતી. શુક્રવારે સાંજે આવેલા આધી- તોફાનને કારણે આજે પણ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઈટની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ફ્લાઇટ્સ મોડી પડવાના કારણે સેંકડો મુસાફરો અટવાઈ પડ્યા હતા. આંધી- તોફાનના કારણે શનિવારે સવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેનો એક વીડિયો પણ વાયરલ થયો છે, તેમાં જોઈ શકાય છે કે, એરપોર્ટ મુસાફરોથી ખીંચો ખીંચ ભરાઈ ગયો છે.

સ્થાનિક એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આંધી- તોફાન પછી કેટલીક ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અથવા રદ કરવામાં આવી હતી. જેના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરો અસુવિધામાં મુકાયા હતા. ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટને દિલ્હી પહોંચવામાં સમય લાગ્યો, જેના કારણે એરપોર્ટમાં ભારે ભીડ થઈ ગઈ હતી.

મુસાફરો અને સ્ટાફે સોશિયલ મીડિયા પર પોતાના અનુભવો શેર કર્યા. એક મુસાફરે X પર લખ્યું કે, આપણે જવાબદારી અને આદરને પાત્ર છીએ. ફ્લાઇટ AI 2725 12 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ મેનેજમેન્ટે કોઈ માહિતી આપી ન હતી. ડિસ્પ્લે બોર્ડ પર પણ કોઈ માહિતી આપવામાં આવી ન હતી. તમે કેવા પ્રકારની સેવા પૂરી પાડી રહ્યા છો?

બીજા એક યુઝરે ફ્લાઇટ AI 2651 ના વિલંબ પર પ્રશ્ન ઉઠાવ્યો અને પૂછ્યું કે એર ઇન્ડિયા આ શું થઈ રહ્યું છે? ફ્લાઇટ સવારે 8 વાગ્યે ઉપડવાની હતી અને અમે હજુ પણ ગેટ જાહેરાતની રાહ જોઈ રહ્યા છીએ. આપણે શું કરવું જોઈએ? જો કોઈ વિલંબ થાય તો કોણ જવાબદાર રહેશે?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field