Home અન્ય રાજ્ય ઇન્ડી ગઠબંધનના નેતાઓને આદિવાસી સમાજના હિત સાથે કોઈ લેવાદેવા નથી, તેઓ માત્ર...

ઇન્ડી ગઠબંધનના નેતાઓને આદિવાસી સમાજના હિત સાથે કોઈ લેવાદેવા નથી, તેઓ માત્ર પોતાની વોટબેંકને મહત્વની માને છે: પીએમ મોદી

34
0

(જી.એન.એસ) તા. 28

દુમકા,

લોકસભા ચૂંટણી 2024 ના પ્રચાર અર્થે ઝારખંડના દુમકામાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. પી એમ મોદીએ કહ્યું કે અમને જાણવા મળ્યું છે કે ઝારખંડ એ રાજ્ય છે જ્યાં લવ જેહાદ પ્રથમ આવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ આદિવાસી સમાજનું સત્ય સામે આવવા દીધું નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અહીં ઘૂસણખોરો આદિવાસીઓની જમીનો પર કબજો જમાવી રહ્યા છે અને આ ઘૂસણખોરોના કારણે આપણી આદિવાસી દીકરીઓની સુરક્ષા જોખમમાં છે. આદિવાસી દીકરીઓના પચાસ ટુકડા કરીને હત્યા કરવામાં આવી રહી છે. આદિવાસી દીકરીને જીવતી સળગાવી દેવામાં આવી છે.

જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ઝારખંડમાં આદિવાસી દીકરીઓ સાથે જે થઈ રહ્યું છે તેની પાછળ કોણ જવાબદાર છે? આ સાથે પીએમએ જેએમએમ પર પણ પ્રહારો કર્યા અને આદિવાસીઓ પર અત્યાચાર કરનારાઓને બચાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ઘૂસણખોરી આજે ઝારખંડની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. આદિવાસી સમાજ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત છે અને સંથાલ પરગણા ઘૂસણખોરોના પડકારનો સામનો કરી રહ્યું છે. ઘૂસણખોરોના કારણે અહીં આદિવાસીઓની સંખ્યા ઘટી રહી છે.

ઇન્ડી ગઠબંધન પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ લોકો ધર્મના આધારે મુસ્લિમોને આરક્ષણ આપે છે. જ્યારે હું કહું છું કે હું એસસી, એસટી, ઓબીસીની અનામતને લૂંટવા નહીં દઉં ત્યારે તેમની સમસ્યાઓ ઊભી થાય છે. તેમણે કહ્યું કે વિપક્ષના નેતાઓ ભલે ગમે તે કરે… અમે દલિત, આદિવાસી અને પછાત અનામતને ઘટાડવાના તેમના ષડયંત્રને સફળ થવા દઈશું નહીં.

વડાપ્રધાન મોદીએ તેમ પણ કહ્યું કે 4 જૂન પછી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી વધુ આકરી થશે. વડાપ્રધાને આરોપ લગાવ્યો કે દરોડામાં જપ્ત કરવામાં આવેલા પૈસા દારૂ કૌભાંડ, ટેન્ડર કૌભાંડ અને ખાણ કૌભાંડમાંથી આવે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ અમારી સરકારને હટાવવા માંગે છે જેથી તેમને ફરીથી કૌભાંડ કરવાની તક મળે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleદિલ્હીની આઈ મંત્રા હોસ્પિટલમાં આગની ઘટના, સદનસીબે દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા