(જી.એન.એસ) તા. 10
ન્યુયોર્ક,
ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપના મંચ પર પાકિસ્તાનને ફરી એકવાર હરાવી ઇતિહાસનું પુનરાવર્તન કર્યું હતું. 2024 ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગયા રવિવારે રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ આ મેચ 6 રને રોમાંચક રીતે જીતી લીધી હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે મેચમાં બે વિકેટ લઈને મોટો રેકોર્ડ બનાવ્યો છે.
આ મેચનો હિરો કહેવાય તો બુમરાહ, હાર્દિક પાંડ્યા અને ઋષભ પંત રહ્યા છે. આ ખેલાડીઓએ પાકિસ્તાનને પોતાની ઓકાત દેખાડી દીધી હતી. મૂળ વાત તો એ કે, આજે ભારતીય બોલરોએ ભારતની લાજ રાખી લીધી હતી. પાકિસ્તાની પેસ બેટરી સામે ભારતીય સ્ટાર બેટ્સમેનો સસ્તામાં પાછા પરત ફર્યા હતા. ટી20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચમાં પાકિસ્તાને ભારતને 119 રન પર ઓલઆઉટ કર્યું હતું. ઓપનિંગમાં આવેલો વિરાટ કોહલી સતત બીજી મેચમાં ફ્લોપ રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્માથી લઈને સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે પણ ફ્લોપ રહ્યા હતા. ઋષભ પંત એકમાત્ર એવો બેટ્સમેન હતો. જેણે પાકિસ્તાની બોલરોનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો. જો કે તે પણ 42 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાને ટી20 વર્લ્ડ કપમાં પહેલીવાર ભારતને ઓલ આઉટ કર્યું છે.
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામેની મેચમાં 4 ઓવર નાંખી અને 24 રન આપ્યા અને બે વિકેટ લીધી. આ સાથે તે ટી20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન સામે સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. તે તમામ ભારતીય ખેલાડીઓને પાછળ છોડીને નંબર વન પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં તેણે પાકિસ્તાન વિરૂદ્ધ ટી20 ઈન્ટરનેશનલમાં કુલ 13 વિકેટ ઝડપી છે. બીજા નંબર પર ભુવનેશ્વર કુમાર છે. તેના નામે 11 વિકેટ છે. ભારતીય ટીમનો યુવા બોલર અર્શદીપ સિંહ ત્રીજા નંબર પર છે. તેણે પાકિસ્તાનની ટીમ સામે ટી20 ઈન્ટરનેશનલમાં 7 વિકેટ લીધી છે.
ભારતીય બોલરોએ પાકિસ્તાન સામે શાનદાર બોલિંગ કરી હતી. જસપ્રીત બુમરાહ ટીમ માટે સૌથી મોટો હીરો સાબિત થયો હતો. તેણે ભારતીય ટીમ માટે 4 ઓવરમાં માત્ર 14 રન આપ્યા અને ત્રણ વિકેટ લીધી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી હતી. આ સિવાય અક્ષર પટેલ અને અર્શદીપ સિંહના ખાતામાં એક-એક વિકેટ ગઈ. આ બોલરોના કારણે પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં માત્ર 113 રન જ બનાવી શકી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે ભારતની જીત બાદ ટ્વિટર પર લખ્યું, “ભારત વિરુદ્ધ પાકિસ્તાન. નવો મહાદ્વીપ, સમાન પરિણામ. ટી20 ભલે બેટ્સમેનની રમત હોય, પરંતુ ન્યૂયોર્કમાં બોલરો ખૂબ જ મહત્વપૂર્ણ હતા. કેટલું રોમાંચક વાતાવરણ હતું!” અમેરિકામાં અને અમારી શાનદાર રમતનું અદ્ભુત પ્રદર્શન, ભારતની અદભુત રમત.”
આ સિવાય ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે X પર લખ્યું, “હારમાંથી જીતનારને બુમરાહ કહેવાય છે. ન્યૂયોર્કમાં કેટલો શાનદાર સ્પેલ અને ખાસ જીત.” ભારતની જીત બાદ સુરેશ રૈનાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “અભિનંદન ટીમ ઈન્ડિયા. મહાન પાત્ર અને પાકિસ્તાન સામે જીતવાની ભૂખ.” ભૂતપૂર્વ ડાબા હાથના ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહે સચોટ પેસ આક્રમણ સામે સંઘર્ષ અને ટીમ ઈન્ડિયા માટે જીતના હકદાર પર લખ્યું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.