Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ઇડીએ મનીષ સિસોદિયા સાથે સંબંધિત આ કેસમાં અમુક સ્થળો પર દરોડા પડતા...

ઇડીએ મનીષ સિસોદિયા સાથે સંબંધિત આ કેસમાં અમુક સ્થળો પર દરોડા પડતા શું?..વધી શકે આપ સરકારની મુશ્કેલીઓ?!..

48
0

કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ 30થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. દિલ્હીની એક્સાઈઝ પોલિસી એટલે કે મનીષ સિસોદિયા સાથે સંબંધિત આ છેતરપિંડીના કેસમાં 30થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડી હેડક્વાર્ટરના આધારભૂત સૂત્રોએ આ સમાચારની ઔપચારિક પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા હાલ મનીષ સિસોદિયાના ઘરે નથી થઈ રહ્યા.

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા 17 ઓગસ્ટના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ આ મામલામાં સીબીઆઈએ 30થી વધારે લોકેશન પર સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઇઆર પ્રમાણે, એક્સાઇસ પોલિસી વિભાગના મંત્રી મનિષ સિસોદિયાને સૌથી પહેલા અને મુખ્ય આરોપી બનાવવવામાં આવ્યા હતા. આ કેસમાં અનેક અજ્ઞાત આરોપીઓ, કંપનીઓ સહિત કુલ 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.

સીબીઆઈ દ્વારા નોંધાયેલ આ મામલાને ટેકઓવર કરીને ઇડી આમાં મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત તપાસ કરી રહી છે. ઇડીના સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે કે દિલ્હી સહિત ઉત્તરપ્રદેશના લખનઉ, હરિયાણાના ગુરુગ્રામ, ચંદીગઢ, મુંબઇ, હૈદરાબાદ, બેંગ્લોરમાં હજુ પણ દરોડા ચાલી રહ્યા છે. હજુ આ બધી જગ્યાએ દરોડાથી શું-શું બહાર આવશે એ જોવું રહ્યું છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએક આવો વિચિત્ર હત્યાનો બનાવ બને એવું વિચારી જ ન શકાય?…પતિએ નજીવી બાબતે પત્નીની કરી હત્યા…
Next articleભારત અર્થવ્યવસ્થા પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “દેશે તેમને પાછળ રાખ્યા છે જેણે અહીં 250 વર્ષ સુધી હુકુમત કરી”