(GNS),20
ઇઝરાયેલ અને હમાસ (Israel and Hamas War)વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલ જંગ વચ્ચે અમેરિકાએ સતત ઈઝરાયલ રક્ષણ આપી રહ્યું છે. આ બે સપ્તાહ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ઈઝરાયેલ પહોંચ્યા હતા. જો કે તે બાદ બ્રિટિશ પીએમ સુનક પણ ઈઝરાયે ગયા હતા. ગાઝા હોસ્પિટલ પર હવાઈ હુમલામાં 500 દર્દીઓના મોત બાદ બાયડન બેન્જામિન નેતન્યાહુને મળવા ઈઝરાયલ ગયા હતા. તેમના પ્રવાસમાંથી પાછા ફર્યા બાદ, તેમણે ઇઝરાયેલ અને યુક્રેન યુદ્ધની સફળતા પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ યુદ્ધ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે..
જો બાયડન કહ્યું કે જો આંતરરાષ્ટ્રીય આક્રમકતા આવી રીતે ચાલુ રહી તો તેનાથી વિશ્વના અન્ય ક્ષેત્રોમાં સંઘર્ષ અને અરાજકતા સર્જાઈ શકે છે તે ચિંતાજનક છે. ત્યારે અત્યાર સુધી બંને દેશોને અબજો ડોલરની સૈન્ય સહાય પૂરી પાડવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો. રાષ્ટ્રપતિએ કહ્યું કે 100 બિલિયન ડૉલરના ફંડની વ્યવસ્થા કરવામાં આવશે જે ઇઝરાયેલ, યુક્રેન, તાઇવાનને આપવામાં આવશે અને માનવતાવાદી સહાય અને સરહદ વ્યવસ્થાપન પર ખર્ચ કરવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિએ હમાસ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા ઉભી કરાયેલી કથિત ધમકીઓ પર ભાર મૂક્યો અને તેમને જવાબદાર રાખવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો..
અમેરિકા યુદ્ધમાં અલગ-અલગ દેશોને આર્થિક મદદ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. તાજેતરમાં, દેશને બે પ્રસંગોએ મોટી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ગૃહમાં બંને પક્ષો, રિપબ્લિકન અને ડેમોક્રેટ્સની લગભગ સમાન ભાગીદારીને કારણે, તકરાર પણ જોવા મળે છે. ઘણા સાંસદો એવા છે જેઓ તેમના પ્રસ્તાવને સ્વીકારતા નથી. આ સિવાય બજેટની અછત જોવા મળી રહી છે અને કોંગ્રેસની મંજૂરી મેળવવી થોડી મુશ્કેલ છે. ઈઝરાયેલને સૈન્ય સહાય અંગે અમેરિકનોના મત અલગ છે. ઘણા લોકો એવી દલીલ કરે છે કે અસ્થિર પ્રદેશમાં ઇઝરાયેલની સુરક્ષા અને સ્થિરતા માટે સહાય જરૂરી છે. કેટલાક તેને લોકશાહી સાથીનું સમર્થન તરીકે જુએ છે, જ્યારે અન્ય અમેરિકનો તેને માનવતાવાદી અને ઐતિહાસિક જવાબદારી તરીકે જુએ છે. જો કે, એવા ટીકાકારો પણ છે જેઓ ઇઝરાયેલ સરકારની નીતિઓ અને માનવ અધિકારોના ઉલ્લંઘન પર તેમની ચિંતા વ્યક્ત કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.