Home દુનિયા - WORLD ઇઝરાયેલના વડાપ્રધાને યુદ્ધવિરામ માટેની આંતરરાષ્ટ્રીય દબાણ અને અપીલને નકારી કાઢી, અને હમાસને...

ઇઝરાયેલના વડાપ્રધાને યુદ્ધવિરામ માટેની આંતરરાષ્ટ્રીય દબાણ અને અપીલને નકારી કાઢી, અને હમાસને ચેતવણી આપી

24
0

(જી.એન.એસ),તા.૧૩

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ, યુદ્ધવિરામની અપીલને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, હમાસને પુરી તાકાતની સાથે કચડી નાખવા માટે ઇઝરાયેલ લડવાનું ચાલુ રાખશે. બેન્જામિન નેતન્યાહુએ હમાસના આતંકવાદીઓ પાસેથી તમામ 239 બંધકોને મુક્ત કરવાની માંગ કરતા કહ્યું કે, જ્યાં સુધી હમાસ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ગાઝામાં નાગરિકોને થતા જાનમાલ સહીતના કોઈપણ નુકસાન માટે હમાસ જ જવાબદાર છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ માટે વધતા જતા આંતરરાષ્ટ્રીય દબાણ અને અપીલને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે ગાઝામાં સત્તાધારી હમાસના આતંકવાદીઓને કચડી નાખવા ઇઝરાયેલની સેના “પૂરી તાકાત” સાથે લડશે. નેતન્યાહુએ એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે ગાઝામાં આતંકવાદીઓ દ્વારા બંધક કરાયેલા તમામ 239 બંધકોને મુક્ત કરવામાં આવે તે પછી જ યુદ્ધવિરામ શક્ય બનશે.

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, યુદ્ધ પછી ગાઝાને બિનલશ્કરીકરણ કરવામાં આવશે અને ઇઝરાયેલ ત્યાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ગત 7 ઓક્ટોબરથી શરુ થયું છે. ગત સાત ઓક્ટોબરથી શરૂ થયેલા ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને અટકાવવા માટે વિશ્વના અનેક દેશોએ અપીલ કરી છે. જો કે, આ અપીલને ઈઝરાયેલે ઠુકરાવી દીધી છે. ઈઝરાયેલનું કહેવું છે કે, પહેલા હમાસના આતંકીઓ દ્વારા બંધક બનાવેલા બંધકોને વિના શરતે મુક્ત કરવામાં આવે ત્યાર બાદ જ યુદ્ધ વિરામ અંગે કોઈ વિચારણા કરવામાં આવશે. ગાઝા ઉપર તુટી પડેલા ઈઝરાયેલને અટકાવવા માટે પેલેસ્ટાઈનની આજૂબાજુના દેશ અને અનેક માનવીય સંસ્થાઓએ વિનાશક યુદ્ધને અટકાવવા માટે અપીલ કરી છે. કેટલીક યુનો સહીતની સંસ્થાએ બન્ને દેશ વચ્ચે મધ્યસ્થી કરવાની પણ તૈયારી બતાવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભંડોળ એકત્રીકરણ અભિયાનની તપસના ભાગરૂપે FBIએ ન્યૂયોર્કના મેયરનો ફોન-આઈપેડ જપ્ત કર્યા
Next articleતાઈવાન ભારતના એક લાખથી વધુ લોકોને આપવા જઈ રહ્યું છે રોજગાર