Home દુનિયા - WORLD ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં તમામ માનવતાવાદી સહાયનો પ્રવેશ અટકાવી દીધો 

ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં તમામ માનવતાવાદી સહાયનો પ્રવેશ અટકાવી દીધો 

6
0

યુદ્ધવિરામ કરારનો પહેલો તબક્કો પૂરો થયા બાદ અને બીજા તબક્કા અંગે કોઈ સમજૂતી ન થતાં

(જી.એન.એસ) તા. 3

યુદ્ધવિરામ કરારનો પહેલો તબક્કો પૂરો થયા બાદ અને બીજા તબક્કા અંગે કોઈ સમજૂતી ન થતાં હવે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં તમામ માનવતાવાદી સહાયનો પ્રવેશ અટકાવી દીધો છે. આ અગાઉ ઈઝરાયેલે જાહેરાત કરી હતી કે તેણે કેટલાક બંધકોના બદલામાં યુદ્ધવિરામને રમઝાન સુધી લંબાવવાના અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.

ઈઝરાયેલના આ પગલાંથી ગઝાના લોકોનો જીવ ફરી જોખમમાં મુકાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે 15 મહિનાથી ચાલી રહેલા ઈઝરાયેલ હુમલાને કારણે ગાઝામાં લગભગ બધું જ નાશ પામ્યું છે અને તેઓ મૂળભૂત સુવિધાઓ માટે પણ બહારની મદદ પર નિર્ભર છે. રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે અને આ ખાસ અવસર પર ગાઝાના લોકોને દવાઓ, ખોરાક અને પાણી પહોંચાડવાનો એકમાત્ર રસ્તો બાહ્ય સહાય છે, જે ઇઝરાયેલની પરવાનગી વિના આવવું ખૂબ મુશ્કેલ છે.

હમાસ દ્વારા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કાનો અમલ કરવાનો આગ્રહ રાખ્યો હતો. હમાસ ગાઝાના પુનઃનિર્માણ પર જોર આપી રહ્યું છે અને ઇઝરાયલને સંપૂર્ણ રીતે પાછા ખેંચવાની માંગ કરી રહ્યું છે. ઉપરાંત, ઇઝરાયેલ બંધકોની પરત ફરવા માટે કાયમી યુદ્ધવિરામ જરૂરી ગણાવી રહ્યું છે. અગાઉ, ઇઝરાયલે જાહેરાત કરી હતી કે તેણે યુદ્ધવિરામના પ્રથમ તબક્કાને મધ્ય એપ્રિલ સુધી લંબાવવાના યુએસ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે, કારણ કે બીજા તબક્કા માટેની વાતચીત સફળ થઈ નથી. પરંતુ માનવતાવાદી સહાય બંધ કરીને તેણે ફરી એકવાર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે.

જો કે, હમાસે રવિવારે એક નિવેદન જારી કરીને નેતન્યાહૂની જાહેરાતને રોકવાની માંગ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “ગાઝા પટ્ટીને માનવતાવાદી સહાય રોકવાનો નેતન્યાહૂનો નિર્ણય બ્લેકમેલનું સસ્તું કૃત્ય, યુદ્ધ અપરાધ અને યુદ્ધવિરામ અને કેદીઓની વિનિમયનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.”વધુમાં, હમાસે મધ્યસ્થી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે ઇઝરાયેલી સરકાર પર 20 લાખથી વધુ લોકો સામે શિક્ષાત્મક અને અનૈતિક પગલાં રોકવા દબાણ કરે.હમાસે કહ્યું છે કે પ્રથમ તબક્કાને લંબાવવા અંગે નેતન્યાહૂનું નિવેદન સમજૂતીને ટાળવાનો અને બીજા તબક્કાની વાટાઘાટોથી દૂર ભાગવાનો સ્પષ્ટ પ્રયાસ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field