(GNS),14
એશિયા કપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ તેના અંતિમ ચરણમાં છે ત્યારે જ બુધવારે પાકિસ્તાનની ટીમને મોટો ફટકો પડ્યો હતો કેમ કે તેનો આધારભૂત ઝડપી બોલર નસીમ શાહ ઇજાને કારણે અનફિટ જાહેર થયો હતો અને એશિયા કપમાં હવે તે બાકીની મેચોમાં રમી શકશે નહીં. બે દિવસ અગાઉ ભારત સામેની મેચ દરમિયાન નસીમ શાહ ઘાયલ થયો હતો. બુધવારે તેની ઇજાની સમીક્ષા કરવામાં આવી હતી અને તે હવે એશિયા કપમાં આગળ રમી શકશે નહીં તેમ જાહેર થયું હતું. એશિયા કપમાં પાકિસ્તાનની ટીમ ગુરુવારે સહયજમાન શ્રીલંકા સામે રમશે. આ માટે નસીમ શાહને સ્થાને ટીમમાં ઝમાન ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન માટે આ મેચ અત્યંત મહત્વની છે કેમ કે આ મેચમાં જીતનારી ટીમ રવિવારે ભારત સામે ફાઇનલમાં રમનારી છે.
22 વર્ષીય ઝમાન ખાન હજી સુધી એકેય વન-ડે મેચ રમ્યો નથી. આમ ગુરુવારે તેને તક મળશે તો તે તેની વન-ડે કારકિર્દીનો પ્રારંભ કરશે. તેની સાથે શાહનવાઝ દહાણીને પણ 17 સદસ્યની પાકિસ્તાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પીસીબીએ જણાવ્યું હતું કે એશિયા કપ માટે નસીમ શાહ રમી શકે તેમ નથી ત્યારે તેને સ્થાને યુવાન ઝડપી બોલર ઝમાન ખાનને ટીમમાં સમાવવામાં આવ્યો છે. ઝમાન બુધવારે સવારે જ ટીમ સાથે જોડાયો છે અને ટીમ સાથે બુધવારે સાંજે પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરશે. ભારત સામેની મેચમાં નસીમ શાહે 9.2 ઓવર બોલિંગ કરી હતી પરંતુ તે દરમિયાન તે ઘાયલ થતા તેને મેદાન છોડવું પડ્યું હતું. નસીમના જમણા ખભે ઇજા થઈ હતી. જોકે ટીમના મેડિકલ સ્ટાફ દ્વારા તેની ઇજાની સમીક્ષા થતી રહેશે અને અમને આશા છે કે ભારતમાં યોજાનારા આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ તે સંપૂર્ણપણે ફિટ થઈ જશે તેમ પીસીબીએ જણાવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.