Home દેશ - NATIONAL આ IAS કપલે સમાજ માટે સરસ દાખલો બેસાડ્યો, લગ્નમાં ફક્ત 500 રૂપિયાનો...

આ IAS કપલે સમાજ માટે સરસ દાખલો બેસાડ્યો, લગ્નમાં ફક્ત 500 રૂપિયાનો કર્યો ખર્ચ

76
0

આપણે બધાંએ જિંદગીએ ક્યાંકને ક્યાંક લગ્ન પ્રસંગ જરુરથી ગયા હશો. ભારતીય લગ્નોના રીતિ-રિવાજ સમગ્ર દુનિયામાં વખણાય છે. તેની તૈયારીમાં કેટલાય મહિનાનો સમય લાગી જાય છે. હજારો-લાખોથી શરુ થતું તેનું બજેટ હવે કરોડો રૂપિયા સુધી પહોંચી ગયું છે. વર્ષ 2022માં કોવિડ 19ના કારણે લાગેલા પ્રતિબંધોથી લોકોને થોડો શ્વાસ લેવાનો ટાઈમ આપ્યો. આ દરમિયાન લગ્નમાં પણ ઓછા તામજામ સાથે લોકોએ લગન પતાવી લીધા. જો કે, અમુક લોકોએ ગ્રાન્ડ ઈંડિયન વેડિંગ ટ્રેંડને ચાલુ રાખવા માટે લગ્ન પણ પોસ્ટપોન કરી દીધા હતા. આ અગાઉ 2016માં નોટબંધીના સમયે પણ લગ્નો પર અસર થઈ હતી. આઈએએસ સલોની સિદાના અને આઈએએસ આશીષ વષિષ્ઠ ના લગ્ન લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા. તેમણે નવેમ્બર 2016મા લગ્ન કર્યા હતા. તેમના લગ્ન સૌ કોઈ માટે એક પ્રેરણા હતા. આઈએએસ કપલે પોતાના લગ્નમાં લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવા કંઈ મોટી વાત નથી. પણ આ બંનેએ ફક્ત 500 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

અહીંથી શરુ થઈ હતી લવ સ્ટોરી તે જાણો.. તે સમયે આઈએએસ સલોની સિદાના આંધ્ર પ્રદેશ કેડરના ઓફિસર હતા અને આઈએસએસ આશીષ વશિષ્ઠ મધ્ય પ્રદેશ કેડરના આઈએએસ અધિકારી હતા. આ બંને 2014 બૈચના આઈએએસ છે. તેમની મુલાકાત મસૂરીમાં આવેલા આઈએએસ પ્રશિક્ષણ કેન્દ્ર એટલે કે, (IAS Training Centre LBSNAA, Mussoorie)માં થઈ હતી. ધીમે ધીમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને તેમની દોસ્તી પ્રેમમાં બદલાઈ હતી. આ આઈએએસ કપલે મધ્ય પ્રદેશના ભિંડ એડીએમ કોર્ટમાં લગ્ન કર્યા હતા. આ દરમિયાન બંનેના પરિવાર પણ ત્યાં હાજર હતા. લગ્નના ખર્ચના નામ પર તેમણે ફક્ત ફી તરીકે 500 રૂપિયા જમા કરાવ્યા હતા. આશિષ મૂળ રાજસ્થાનના અલવરનો રહેવાસી છે. તો વળી સલોની સદાના પંજાબના જલાલાબાદની છે. આ બંને પોતાના પરિવારના પહેલા ઓફિસર છે. પોતાના લગ્ન બાદ લાંબા સમય સુધી લાઈમલાઈટમાં રહેલા આ કપલે સોશિયલ મીડિયા પર દૂર છે. આઈએએસ આશીષ વશિષ્ઠ આઈઆઈટી રુડકીમાંથી પાસઆઉટ છે અને હાલમાં ભોપાલના એડીએમ છે. તો વળી આઈએએસ સલોની સિદાના એમબીબીએસ કર્યું હતું અને ડોક્ટર છે. તેમની નિમણૂંક જબલપુરમાં છે. લગ્ન બાદ તેણે પોતાનું કેડર બદલાવ્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકાનપુરમાં બેન્કમાં થઈ ચોરી, રૂપિયાને હાથ જ ન લગાયો, સ્ટ્રોંગ રુમમાંથી ઘરેણાંની જ થઇ ચોરી
Next articleજિલ્લા એલસીબીએ આણંદના ખંભાતમાં મેન્ટેનન્સ સર્વેયરને લાંચ લેતા રંગે હાથે પકડ્યા