(GNS),17
જ્યારે દીપિકા કક્કરે પ્રેમની સામે ધર્મની દીવાલ તોડીને અભિનેતા શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન કર્યા હતા, ત્યારે પણ લોકો તેના નિર્ણય પર આંગળી ચીંધી રહ્યા હતા, જોકે સમયની સાથે તમામ વિવાદ અને ચર્ચા બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. પરિવાર અને ચાહકોએ તેને સ્વીકારી લીધા હતા. જ્યારે દીપિકા કક્કરે પુત્રનું નામ જાહેર કર્યું, ત્યારે ચાહકોએ ફરીથી તેને ગાળો આપવાનું શરૂ કર્યું હોવાના સમયચાર છે. જ્યારે દીપિકાએ પોતાની પ્રેગ્નન્સી વિશે જણાવ્યું તો તેના ઘણા ફેન્સ રોમાંચિત થઈ ગયા. અભિનેત્રીએ આખરે 21 જૂને ઓછાં મહિને એટલે કે પ્રિમેચ્યોર બેબીને જન્મ આપ્યો, જેના કારણે તે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ પણ રહી હતી. દીપિકાએ વ્લોગ દ્વારા પુત્રનું નામ જાહેર કર્યું હતું. જ્યારે લોકોએ સાંભળ્યું કે તેના પુત્રનું નામ રુહાન ઇબ્રાહિમ છે, ત્યારે તેઓએ અભિનેત્રીની ટીકા કરવાનું શરૂ કર્યું હતુ. ઘણા લોકોને તેમના પુત્રનું મુસ્લિમ નામ પસંદ નહોતું. ઘણા યુઝર્સ પૂછી રહ્યા છે કે રુહાનના નાના તેને મળવા ક્યારે આવશે? એક યુઝરે પૂછ્યું હતુ કે, ‘બાળકના પિતા કેમ દેખાતા નથી?’ વિવાદ વધતો જોઈને દીપિકા કક્કરે વિડિયો હટાવી દીધો હતો, તેમ છતાં લોકો તેનું ખરાબ બોલવાનું બંધ કરી શકયા નહોતા. જણાવી દઈએ કે દીપિકાએ વર્ષ 2018માં શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ અગાઉ 2011માં તેણીએ રૌનક સેમસન સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તેનો સંબંધ માત્ર 4 વર્ષ જ ચાલ્યો હતો. દિપીકા અને શોએબ ઘણા લોકોનું ફેવરિટ કપલ છે. તો ઘણા લોકો તેમના આંતર ધર્મ લગ્નનાં કારણે તેઓને ટ્રોલ પણ કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.