(GNS)
ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જીવન માત્ર ગ્લેમરસ અને સંઘર્ષથી ભરેલુ હોય છે. સાઉથ એક્ટ્રેસ નિશા નુરની કહાની પણ આવી જ છે. અભિનેત્રીઓની કહાની કંઇક અલગ જ હોય છે. આવી જ એક વાત છે સાઉથ એક્ટ્રેસની. સાઉથ એક્ટ્રેસ નિશા નૂર 1980ના દશકમાં એક લોકપ્રિય ચહેરો હતો. નિશા નૂરે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યુ હતુ. નિશા નૂર એની ગ્લેમરસ અને બોલ્ડ ભૂમિકાઓને કારણે ફેમસ થઇ હતી. આ અભિનેત્રીના ફેન્સ ફોલોઅર્સ પણ બહુ મોટી સંખ્યામાં હતા. જો કે અભિનેત્રીઓની લાઇફમાં કોઇને કોઇ રીતે બદલાવ આવતા રહેતા હોય છે. ઉલ્લેખનીય છે કે નિશા નૂરે એની ખૂબસુરતી અભિનેત્રીઓમાંથી એક છે જેને એની સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ રોશન કર્યુ. માનવામાં આવે છે કે આ સમયે દક્ષિણ ભારતના દરેક ડાયરેક્ટર નિશા સાથે ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા.
એક્ટ્રેસે તમિલ અને મલયાલમ ભાષામાં અનેક સુપર હિટ ફિલ્મો કરી હતી, પરંતુ એક સમય એવો આવ્યો કે જ્યારે એને ફિલ્મ મળવાની બંધ થઇ ગઇ ત્યારે એ ખોટા રસ્તા પર ચઢી ગઇ અને જીંદગી બદલાઇ ગઇ. કેરિયરમાં નિશા નૂરે બાલચંદ્રન, વિસુ અને ચંદ્રશેખર જેવા પ્રસિદ્ધ નિર્દેશકો સાથે કામ કર્યુ. નિશાએ રજનીકાંત, કમલ હાસન જેવા મેગાસ્ટારની સાથે પણ ઓન સ્ક્રીન રોમાન્સ કર્યો, પરંતુ કેટલાક વર્ષો પછી નિશા નૂરની હાલત ખરાબ થઇ ગઇ અને એને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો. રિપોટ્સનું માનીએ તો નિશા નૂરને કામ ના મળવા પર એક નિર્માતા દ્રાર કથિત રીતે વેશ્યાવૃતિ માટે મજબૂર કર્યા હતા. આ સમયે ઝંઝાળમાં એવી ફસાઇ ગઇ કે એની જીવન બર્બાદ થઇ ગયુ. જો કે અફવાઓને સાચી માની શકાય નહીં કારણ કે નિશા નૂરે લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીના સંપર્કથી બહાર રહીં. આર્થિક તંગીને કારણે મજબૂરીથી દેહ વ્યાપાર એટલે વેશ્યાવૃતિમાં સામેલ થઇ ગઇ અને જીંદગીની ખરાબ હાલત શરૂ થઇ ગઇ. નિશા નૂર છેલ્લે એક દરગાહની બહાર ઊંઘતી જોવા મળી હતી. નિશા નૂરને જ્યારે તમિલ એનજીઓ મુસ્લિમ મુનેત્ર કડગમે બચાવી તો એ બહુ નબળી હાલતમાં હતી. ત્યારબાદ જાણ થઇ કે નિશા નૂરે એડ્સથી પીડિત હતી. નિશા નૂરનું 2007માં હોસ્પિટલમાં નિધન થયુ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.