Home દુનિયા - WORLD આ શું કહી દીધું ?. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ આપણા ભારતદેશની સ્થિતિ વિષે...

આ શું કહી દીધું ?. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ આપણા ભારતદેશની સ્થિતિ વિષે આવું કેમ કીધું?…, કઈ સમજાયું નહિ?..

57
0

(જી.એન.એસ),તા.૨૧
નવીદિલ્હી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમુક વાર તો એવા વિવાદિત પ્રશ્નો અને વિવાદ ઉભો કરતા જોવા મળે છે અને આવા વિવાદિત તથ્યો થી હમેશા ઘેરાઈ રહેતા હોય છે અને કઈક અલગ જ રીતથી વિવાદીત તથ્યો બોલી નાખે છે કે કોઈ તો વિચારે ચઢી જાય અથવા તો કોઈ કઈ વિચારવાનું બંધ જ કરી દે અને આવો એક વિવાદિત છે કે નહિ એતો ખબ નથી પણ દેશની સ્થિતિ વિષે આવું કઈ બોલશે તેવું કોઈએ વિચાર્યું જ નહિ હોય. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતની તુલતા પાકિસ્તાન સાથે કરીને ખળભળાટ મચાવ્યો છે. એટલું જ નહીં, રાહુલે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈનું સાંભળતા નથી. ભારતનું લોકતંત્ર ખતરામાં છે અને સંવૈધાનિક સંસ્થાઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. કેમ્બ્રિઝ યુનિવર્સિટીમાં આઈડિયાજ ફોર ઈન્ડિયા સંમેલનમાં હાજરી આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે બીજેપીએ સમગ્ર દેશમાં કેરોસીન ફેલાવ્યું છે અને રાજ્યોની શક્તિઓ ઓછી કરવા માટે ઈડી, સીબીઆઈનો ઉપયોગ કર્યો છે. ભારતના અવાજને એક વિચારધારાએ કચડ્યો છે અને હવે એક રાષ્ટ્રીય વૈચારિક લડાઈ છે. ભારતમાં મીડિયા એકતરફી વ્યવહાર કરતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિઝ યુનિવર્સિટીમાં યોજાયેલા સંમેલનમાં શુક્રવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે કોંગ્રેસ પહેલા જેવું ભારત બનાવવા માંગે છે. તેણા માટે લડાઈ લડી રહી છે, જ્યારે બીજેપી અમારી અવાજને દબાવવાની કોશિશ કરી રહ્યું છે. રાહુલે ચીનને લઈને પણ કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલે જણાવ્યું કે, અમારી પાર્ટી ભારતને ફરીથી મેળવવા માટે લડી રહી છે. તેમણે જણાવ્યું કે બીજેપી લોકોનો અવાજ દબાવે છે, જ્યારે અમે લોકોનો અવાજ સાંભળવા માટે કામ કરી રહ્યા છીએ. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે ભારત હવે તે સંસ્થાનો પર હુમલાઓ કરી રહ્યું છે, જેમણે દેશનું નિર્માણ કર્યું છે, જેના પર હવે ડીપ સ્ટેટનો કબ્જો છે. રાહુલ ગાંધીની સાથે આઈડિયાઝ ફોર સંમેલનમાં સામેલ થવા સીતારામ યેચુરી, સલમાન ખુર્શીદ, તેજસ્વી યાદવ, મહુઆ મોહત્રા અને મનોજ ઝા સહિત વિપક્ષના નેતા પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ જ્યારે લોકતંત્રને લઈને સવાલ પુછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, હવે દરેક સંસ્થાન પર સરકારે કબજો કરી લીધો છે. દરેક સંસ્થાન પર હુમલો કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે લોકો કહે છે કે અમારી પાસે બીજેપી જેવા ઉમેદવાર છે. અમે કહીએ છીએ કે જો અમારી પાસે બીજેપી જેવા ઉમેદવાર છે, તો અમે બીજેપી હોઈશું. જ્યારે બીજેપી તો અવાજ દબાવી રહી છે. અમે તમામનો અવાજ સાંભળીએ છીએ. અમે લોકોને સાંભળવા માટે છીએ. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું છે કે બીજેપી સરકારમાં રોજગારી ઓછા થયા છે. તેમ છતાં ધ્રુવીકરણના કારણે સત્તામાં છે. ભારતમાં આજે સ્થિતિ સારી નથી. બીજેપીએ ચારે તરફ કેરોસિન છાંટીને રાખ્યું છે. પરંતુ આજે અમે કહી રહ્યા છીએ કે અમારી પાસે એક એવું ભારત છે જ્યાં અલગ અલગ વિચાર રાખી શકો છો અને આપણે વાતચીત કરી શકીએ છીએ. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભારતને ફરીથી મેળવવા માટે લડી રહીછે. આ હવે એક વૈચારિક લડાઈ છે, એક રાષ્ટ્રીય વૈચારિક લડાઈ. બીજેપી અને સંઘ તો ભારતને એક ભૂગોળની જેમ જોવે છે, પરંતુ કોંગ્રેસ માટે ભારત લોકોને સાથે રાખીને બનાવે છે. જોકે, તેમણે એવું પણ જણાવ્યું છે કે કોંગ્રેસમાં અંદરોઅંદર લડાઈ, બળવો, પક્ષપલટા અને ચૂંટણીમાં હાર સાથે ઝઝૂમી રહી છે. ભારતમાં માનવાધિકારોના ઉલ્લંઘનની ઘટનાઓને અમેરિકા દ્વારા ઉઠાવવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું, આપણે એ જણાવવાની જરૂરિયાત નથી કે ભારતમાં ધ્રુવીકરણ છે. અમે પોલરાઈજેશનથી લડી રહ્યા છીએ. કોંગ્રેસ સહિત વિપક્ષ આજ લડાઈ લડી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશું રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પુત્રી પ્રેમમાં છે? આ વાતનો એવો થયો ખુલાસો કે….
Next articleકેમ?.. ભારતમાં દર વર્ષે 21 મેના દિવસે જ આતંકવાદ વિરોધી દિવસ તરીકે થયો છે જાહેર?..