Home દેશ - NATIONAL આ વખતે 2025ના IIFA એવોર્ડ્સમાં ગુજરાતી કલાકારોનો પણ દબદબો રહ્યો

આ વખતે 2025ના IIFA એવોર્ડ્સમાં ગુજરાતી કલાકારોનો પણ દબદબો રહ્યો

5
0

(જી.એન.એસ) તા. 10

જયપુર,

8 અને 9 માર્ચે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી(IIFA) ઍવોર્ડ શૉ ભારતમાં હોસ્ટ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન ના જયપુરમાં આ ઍવોર્ડ શૉમાં ગુજરાતી કલાકારોનો પણ દબદબો રહ્યો હતો, જેમાં સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ ફિલ્મ માટે બેસ્ટ સ્ક્રીન પ્લે માટે ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. જયારે ફિલ્મ શેતાન માટે જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં ઍવોર્ડ મળ્યો હતો. 

સૌપ્રથમ વાત કરી આપના ગુજરાતનું ગૌરવ વધારનાર અભિનેત્રી જાનકી બોડીવાલાની તો જાનકી ને ફિલ્મ ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઍવોર્ડ મળ્યો છે. જાનકીનો જન્મ 30 ઑક્ટોબર, 1995ના રોજ અમદાવાદમાં ભરત અને કાશ્મીરા બોડીવાલાને ત્યાં થયો હતો. તેમનો એક ભાઈ ધ્રુપદ બોડીવાલા છે. જાનકીએ પોતાનું શાળાકીય શિક્ષણ અમદાવાદની એમ કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યું છે. તેમણે ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેન્ટલ સાયન્સ, ગાંધીનગરમાંથી બેચલર ઑફ ડેન્ટલ સર્જરી (BDS) ડિગ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. 

જાનકીએ મિસ ઇન્ડિયા 2019માં પણ ભાગ લીધો હતો જ્યાં તે મિસ ઇન્ડિયા ગુજરાતના ટોપ 3 ફાઇનલિસ્ટમાં સ્થાન પામી હતી. જાનકીએ તેના કરિયરની શરુઆત કૃષ્ણદેવ યાજ્ઞિક નિર્દેશિત ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી કરી હતી. 

જાનકીએ ‘ઓ! તેરી’, ‘તંબુરો’, ‘દોડ પકડ’, ‘નાડીદોષ’ અને ‘વશ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જેમાં વશએ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ અને વર્ષ 2024માં અજય દેવગણ, જ્યોતિકા અને આર. માધવન સાથે વિકાસ બહલે તેની હિન્દી રિમેક શૈતાન બનાવી હતી, જેમાં પણ જાનકીએ એક્ટિંગ કરી હતી. 

હવે વાત કરીએ સ્નેહા દેસાઈની તો, તેઓ ગુજરાતી છે, તેમજ ઘણી સિરિયલો અને નાટકો લખ્યા છે, આથી આમીરખાનના પુત્ર જુનૈદની પહેલી ફિલ્મ ‘મહારાજ’ માટે પણ તેમને જ કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે ડાયલોગ લખવામાં પણ હાથ અજમાવ્યો. ત્યારબાદ લાપતા લેડીઝ ફિલ્મમાં સ્ક્રીન પ્લેની ઓફર મળી હતી. 

IIFA ઍવોર્ડ મળ્યો તેમાં કિરણ રાવ દ્વારા નિર્દેશિત અને આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ 1 માર્ચ, 2024ના રોજ થિએટર્સમાં રિલીઝ થઈ હતી. 

જો સ્નેહા દેસાઈના જીવન વિશે વાત કરીએ તો તેણે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન મુંબઈની પ્રતિષ્ઠિત કૉલેજોમાંની એક નરસી મોંજી ઇન્સ્ટિટ્યૂટમાંથી કર્યું છે. ત્યારબાદ આલાપ દેસાઈ સાથે લગ્ન કર્યા, જેનો આખો પરિવાર સંગીત અને થિયેટર સાથે સંકળાયેલો છે. 

મુંબઈમાં ગુજરાતી નાટકો માટે લોકોમાં ક્રેઝ છે, આથી મિત્રોના કહેવાથી તેમણે લખવાની શરુઆત કરી. નાટકો બાદ તેમને ટેલિવિઝન સિરિયલના નિર્માતાઓ આતિશ કાપડિયા અને જેડી મજીઠિયાએ મને સિરિયલ લખવાની ઓફર કરી અને ‘વાગલે કી દુનિયા’ અને ‘પુષ્પા ઇમ્પોસિબલ’ લખવાનું શરુ કર્યું. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field