(જી.એન.એસ) તા. 6
મુંબઈ,
આ મહિને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેની વાર્ષિક રિટેનરશિપની જાહેરાત કરી શકે, એવા સમાચાર આવ્યા છે. નવા કોન્ટ્રાક્ટમાં અમુક મહત્ત્વના ફેરફારો થઈ શકે છે, જેમાંનો એક શ્રેયસ અય્યરનું પુનરાગમન પણ છે. આઈપીએલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન અય્યરને ગયા વર્ષે એકથી વધુ વિવાદોને કારણે યાદીમાંથી બહાર કરાયો હતો, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સહિતની ટુર્નામેન્ટ્સમાં તેનું વર્તમાન ફોર્મ જોતા તેનો પુનઃપ્રવેશ અપેક્ષિત છે.
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ એ વાર્ષિક રિટેનરશિપ સિસ્ટમ છે, જેમાં ભારતના વરિષ્ઠ પુરુષ ક્રિકેટરોને તેમના પ્રદર્શન અને યોગદાનના આધારે વર્ગીકૃત કરાય છે અને તે પ્રમાણે રકમ અપાય છે. આ સિસ્ટમમાં ખેલાડીઓને ચાર જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે- A+, A, B અને C. ગયા વર્ષે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા કુલ 30 ખેલાડીને આ કરારમાં સમાવવામાં આવ્યા હતા.
આ કરાર હેઠળના ખેલાડીઓની સંભાળ બોર્ડ દ્વારા લેવામાં આવે છે અને તેમને નીચે મુજબના લાભ મળે છે.
– સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળનો કોઈપણ ખેલાડી નેશનલ ક્રિકેટ એકેડમીમાં વિના મૂલ્યે તેની સારવાર કરાવી શકે છે.
– ખેલાડીને મુસાફરી ભથ્થું મળે છે.
– બેંગલુરુના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’માં ખેલાડીને વિશ્વકક્ષાની તાલીમ સુવિધાઓ મળે છે.
આ કોન્ટ્રાક્ટ હેઠળ સમાવાયેલા ખેલાડીઓ પૈકીના A+ ગ્રેડના ખેલાડીને રૂ. 7 કરોડ, A ગ્રેડના ખેલાડીને રૂ. 5 કરોડ, B ગ્રેડના ખેલાડીને રૂ. ત્રણ કરોડ અને C ગ્રેડના ખેલાડીને રૂ. એક કરોડ મળે છે.
– વર્ષ 2023-24માં ગ્રેડ A+ માં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા હતા.
– ગ્રેડ A માં આર. અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, કે.એલ. રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા હતા.
– ગ્રેડ B માં સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરાયો હતો.
– ગ્રેડ C માં રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કે.એસ. ભરત, પ્રસીદ કૃષ્ણ, અવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ વગેરે હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.