Home મનોરંજન - Entertainment આ બે શહેરોમાં રજનીકાંતની ‘જેલર’ ફિલ્મ જોવા માટે આપી રજા

આ બે શહેરોમાં રજનીકાંતની ‘જેલર’ ફિલ્મ જોવા માટે આપી રજા

33
0

(GNS),09

મેગાસ્ટાર રજનીકાંત ફરી એકવાર પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. તેની ફિલ્મ જેલર ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. થલાઈવાની આ ફિલ્મની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ જેલર 10 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં રજનીકાંતની ફેન ફોલોઈંગને જોતા ચેન્નાઈ અને બેંગ્લોરમાં રજા જાહેર કરવામાં આવી છે. આ રજા તમિલ ફિલ્મ જેલર જોવા માટે જાહેર કરવામાં આવી છે. આટલું જ નહીં, ચેન્નાઈ અને બેંગ્લોરમાં કેટલીક કંપનીઓએ તેમના કર્મચારીઓને રજનીકાંતની ફિલ્મોની ફ્રી ટિકિટ પણ વહેંચી છે. એક અંગ્રેજી વેબસાઈટના ન્યૂઝ અનુસાર, જેલરની રિલીઝ ડેટ પર ચેન્નાઈ અને બેંગલુરુમાં રજા જાહેર કરવામાં આવી છે. એક કંપનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા રજાની જાહેરાત પણ કરી છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ જેલરનું ટ્રેલર રિલીઝ થયું હતું. જેને થલાઈવાના ચાહકો અને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. જેલર ફિલ્મમાં રજનીકાંતની સાથે રામ્યા કૃષ્ણન, જેકી શ્રોફ, તમન્ના ભાટિયા, શિવ રાજકુમાર, સુનીલ અને યોગી બાબુ જેવા ઘણા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ વિલનની ભૂમિકામાં જોવા મળશે. રજનીકાંત ફિલ્મ જેલરમાં જેલર મુથુવેલની ભૂમિકામાં જોવા મળશે, જેની જેલમાંથી એક ખતરનાક ગેંગ તેના લીડરને છોડાવવા માંગે છે. પરંતુ મુથુવેલ, એક કડક પોલીસ, એક પ્રામાણિક અધિકારી છે, જે ઘરમાં શાંત વ્યક્તિ છે. પુત્રી અને પુત્રને તેની અન્ય ખતરનાક શૈલી વિશે કોઈ ખ્યાલ નથી. જેકી શ્રોફ રજનીકાંતનું અસલી રૂપ જાણે છે. આ માહિતીનો ફાયદો ઉઠાવીને તે મુથુવેલને કેવી રીતે દબાણ કરે છે અને પછી તેને કેવી રીતે ધૂળ ચટાડશે છે, તે જોવું જ રસપ્રદ બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીધામમાંથી 10.04 કરોડનું કોકેઇન ઝડપાયું
Next articleસામંથાએ બીમારીની સારવાર માટે ઉછીના નાણાં લીધા હોવાની અફવા વહેતી થઈ