Home દુનિયા - WORLD આ આતંકી મુદ્દે અફઘાનિસ્તાન પાસે પાકિસ્તાનએ એવી માંગણી કરી કે,… ચોંકી ગઈ...

આ આતંકી મુદ્દે અફઘાનિસ્તાન પાસે પાકિસ્તાનએ એવી માંગણી કરી કે,… ચોંકી ગઈ દુનિયા

34
0

પાકિસ્તાને અફઘાનિસ્તાનને પત્ર લખીને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરની ધરપકડની માંગણી કરી છે. પત્રમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે મસૂદ અઝહર અફઘાન પ્રાંતના નંગરહાર અને કુન્હરમાં હોવાની સંભાવના છે. પાકિસ્તાને કહ્યું કે જૈશ પ્રમુખને શોધીને ધરપકડ કરવામાં આવે અને પાકિસ્તાનના અધિકારીઓને જાણ કરવામાં આવે. મસૂદ અઝહરની ધરપકડ માટે પત્ર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે લખ્યો છે.

જો કે આ મામલે બાદમાં કોઈ અન્ય જાણકારી સામે આવી નથી. અત્રે જણાવવાનું કે 1 મે 2019ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકીઓની યાદીમાં સામેલ કર્યો હતો. 2008માં ભારતીય સંસદ પર હુમલા બાદ અમેરિકાએ જૈશ એ મોહમ્મદને આતંકવાદી સંગઠનની સૂચિમાં સામેલ કર્યું હતું. ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે પણ જૈશ અને

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી સંગઠન તરીકે જાહેર કરવાની માંગણી કરી રહ્યું છે પરંતુ ચીન આ કોશિશમાં વીટો પાવરનો ઉપયોગ કરીને અડિંગો જમાવતું આવ્યું છે. પાકિસ્તાને આ પગલું ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATF ના દબાણને ધ્યાનમાં રાખીને લીધુ છે. જેમાં પાકિસ્તાનને કહેવાયું છે કે તે આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે. જેનાથી તે FATF ની ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળે તેવી શક્યતા છે.

FATF ના દબાણના પરિણામે જ પાકિસ્તાને લશ્કર એ તૈયબાના કમાન્ડર સાજિદ મીર ઉપર પણ કાર્યવાહી કરી જેને તે મૃત ગણાવતું હતું. પાકિસ્તાનનું કહેવું છે કે મસૂદ અઝહર તેમની ધરતી પર નથી અને તે અફઘાનિસ્તાનમાં હોઈ શકે છે. પાકિસ્તાન સતત એ દાવો કરતું આવ્યું છે કે મસૂદ અઝહરની ભાળ મળતી નથી.

પરંતુ પાકિસ્તાની સોશિયલ મીડિયા નેટવર્ક્સ પર મસૂદ અઝહર પોતાના આર્ટિકલ પબ્લિશ કરતો રહે છે અને જૈશ એ મોહમ્મદના આતંકીઓને આતંક ફેલાવવા માટે પ્રોત્સાહિત કરતો રહે છે. અત્રે જણાવવાનું કે FATF ના એશિયા-પ્રશાંત સમૂહે મની લોન્ડરિંગ અને આતંકવાદની ફંડિંગ મામલે 11માંથી 10 ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પર પાકિસ્તાનની પ્રભાવશીલતાને નિમ્ન સ્તરનું આંકેલું છે.

ધ ડોન અખબારના જણાવ્યાં મુજબ FATF ની સિડની સ્થિત ક્ષત્રીય સહયોગી એપીજીએ પોતાના ક્ષેત્રીય સભ્યોના રેટિંગ પર બે સપ્ટેમ્બર સુધી એક અપડેટ જારી કર્યું હતું જેમાં કહેવાયું છે કે પાકિસ્તાને 11 લક્ષ્યોમાંથી ફક્ત એકમાં ‘મધ્યમ સ્તરની પ્રભાવશીલતા’ દેખાડી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીમાં ફ્રી વીજળી પર તો આવ્યો નવો નિયમ, CM કેજરીવાલે આવી કેમ જાહેરાત કરી?
Next articleમહારાણી એલિઝાબેથ માટે મક્કા મસ્જિદમાં ઉમરાહ કરવા પહોંચેલા આ વ્યક્તિની થઇ ધરપકડ