(GNS),28
આ અઠવાડિયે 6 કંપનીના IPO લોન્ચ થશે, જે 500 કરોડ રૂપિયાથી વધારે ફંડ એકત્ર કરશે. આ ઉપરાંત 10 કંપનીનું શેરબજારમાં લિસ્ટિંગ થશે. તેથી રોકાણ અને કમાણી બંનેની તક આ અઠવાડિયે મળશે. ચાલો જાણીએ કે, કઈ કંપનીઓના આઈપીઓ લોન્ચ થશે. BLS ઈ સર્વિસિસ : નવી દિલ્હી સ્થિત આ કંપની એક ટેક ડિજિટલ સેવા પ્રદાતા છે. IPOની પ્રાઇસ બેન્ડ 129-135 રૂપિયાની વચ્ચે હશે અને કંપની તેનો IPO 30 જાન્યુઆરીએ લોન્ચ કરશે.
કંપની 310.9 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. IPO 1 ફેબ્રુઆરીએ બંધ થશે. મેગાથર્મ ઈન્ડક્શન : ઈન્ડક્શન હીટિંગ અને મેલ્ટિંગ પ્રોડક્ટ નિર્માતા 29 જાન્યુઆરીએ શેર દીઠ 100-108 રૂપિયાના પ્રાઇસ બેન્ડ પર તેનો IPO લોન્ચ કરશે. કંપની બુક-બિલ્ટ ઈશ્યુ દ્વારા 53.91 કરોડ રૂપિયા એકત્ર કરશે, જે 31 જાન્યુઆરીએ બંધ થશે. હર્ષદીપ હોર્ટિકો : પોટ્સ અને પ્લાન્ટર્સ ઉત્પાદકો અને સપ્લાયર્સ હર્ષદીપ હોર્ટિકો 29-31 જાન્યુઆરી દરમિયાન તેનો IPO લઈને આવશે. કંપની IPO દ્વારા 19.09 કરોડ રૂપિયા એકત્ર કરશે. તેનો પ્રાઇસ બેન્ડ 42-45 રૂપિયા પ્રતિ શેર છે. મયંક કેટલ ફૂડ : મયંક કેટલ ફૂડ તેનો ત્રીજો જાહેર ઈશ્યુ લઈને આવી રહ્યો છે, જે 29-31 જાન્યુઆરી સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લું રહેશે. એનિમલ ફીડ, એનિમલ ફીડ કેક અને ખાદ્ય તેલનું ઉત્પાદન કરતી કંપની આ ઈસ્યુ દ્વારા 108 રૂપિયા પ્રતિ શેરની ફિક્સ ઈસ્યુ પ્રાઈસ દ્વારા 19.44 કરોડ રૂપિયા એકત્ર કરશે.
બાવેજા સ્ટુડિયો : બાવેજા સ્ટુડિયો IPOનું સબ્સ્ક્રિપ્શન 29 જાન્યુઆરીથી શરૂ થશે. કંપનીની આઈપીઓ દ્વારા 97.2 કરોડ એકત્ર કરવાની યોજના છે. જેમાં ફ્રેશ ઈશ્યુમાંથી 72 કરોડ રૂપિયા અને OFS દ્વારા 25.2 કરોડ રૂપિયા એકઠા કરશે. ઈશ્યૂની પ્રાઇસ બેન્ડ 170-180 રૂપિયા છે અને સબસ્ક્રિપ્શન 1 ફેબ્રુઆરી સુધી કરી શકાશે. ગેબ્રિયલ પેટ સ્ટ્રેપ્સ : કંપનીના IPO નું સબસ્ક્રિપ્શન 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી રહેશે. શેરની ઈશ્યૂ પ્રાઈસ 101 રૂપિયા છે અને કંપની 8.06 કરોડ રૂપિયા એકત્ર કરશે. આ ઉપરાંત 3 કંપની ફોનબોક્સ રિટેલ, ડેલાપ્લેક્સ અને ડોકમોડ હેલ્થ ટેક્નોલોજીસના આઈપીઓ 30 જાન્યુઆરીએ બંધ થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.