ડાંગ જિલ્લાના આહવા ખાતે ગૌરાંગ હોસ્પિટલના ડૉ. અમૃત પટેલ અને તેમના પત્ની જ્યોત્સનાબેન પટેલ સાથે તેમની કાર લઈ આહવા તરફ આવી રહ્યાં હતાં. ત્યારે વઘઇથી આહવા વચ્ચે પીમ્પરી નજીક દાવદહાડ પાસેના વળાંકમાં તેમની આગળ જઈ રહેલી એક બાઇકને પાછળથી પૂરઝડપના કારણે અડફેટે લઈ કાર રસ્તાની સાઈડના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો.
અકસ્માતમાં બાઇક સવાર મધુકર ગંગારામ ભીવસન, હારુન અખાત ધૂલુમ, જીગ્નેશ મહેશ રાઉતને નાનીમોટી ઇજાઓ થઈ હતી. જ્યારે કારચાલક તબીબ અને તેમના પત્નીને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ચીખલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે તબીબના પત્ની જ્યોત્સનાબેનનું મોત નીપજ્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.